ગાંધીનગરઃ ખુદ પતિએ ફેક એકાઉન્ટ બનાવી પત્નિને દર્શાવી કોલગર્લ, ભાવ અને મોબાઈલ નંબર પણ લખ્યા, કારણ જાણીને ચોંકી જશો
તપાસ કરતાં કૃત્ય કરનાર આ શખસ ખુદ મહિલાનો પતિ હોવાનું ખુલ્યુ હતું. આથી સમગ્ર મામલે પોલીસે મહિલાને જાણ કરી હતી. મહિલાએ આ મામલે પોતાના પરિવારજનો અને પતિના પરિવારજનોને બોલાવ્યા હતા. પ્રારંભિક તબક્કામાં બંને પક્ષના પરિવારજનો ફરિયાદ ન થાય તેમ ઇચ્છી રહ્યા હતા. પરંતુ મહિલા આ દિવસો દરમિયાન અત્યંત માનસીક હેરાન થઇ હોય તેણે પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણ થતાં જ મહિલા સીધી જ એસપી વિરેન્દ્રસિંહ યાદવ પાસે પહોંચી હતી. એસપીએ તપાસ એસઓજીને સોંપી હતી. એસઓજીના પોલીસ ઇન્સપેકટર પરેશ સોલંકી તથા ટીમના પોલીસ સબ ઇન્સપેક્ટર વી.કે.રાઠોડે ફેસબુકની વડી કચેરીનો સંપર્ક કરીને આ કામ કરનાર વ્યક્તિ કુકરવાડાની હોવાનું શોધી કાઢ્યું હતું.
આ સમગ્ર ઘટના પોલીસ મથકે પહોંચ્યા બાદ એસઓજીએ ફેસબુક પાસેથી ડિએઈલ મેળવી પતિનો ભાંડો ફોડી નાખ્યો હતો. પરિવારજનોએ પત્નીને પોલીસ ફરિયાદ ન કરવા સમજાવી હતી. પરંતુ માનસીક રીતે હેરાન થયેલી પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગાંધીનગરઃ ગાંધીનગરમાં એક ઇર્ષાળુ પતિએ શિક્ષીત અને નોકરી કરતી પત્ની પ્રત્યે ઇર્ષા રાખીને ખુદની પત્નીને કોલગર્લ તરીકે દર્શાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ માટે તેણે પોતાની પત્નીનું ફેક ફેસબુક એકાઉન્ટ ખોલ્યું હતું. તેમાં તેની તસવીરો મુકી સગાસંબંધીને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી.
મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લામાં બેંકમાં ફરજ બજાવતી આ યુવતીનાં લગ્ન એક નોકરી કરતા યુવક સાથે થયા હતા. શરૂઆતના દિવસો બાદ બંને વચ્ચે મનદુખ થયુ હતું. છેલ્લા એકવર્ષથી મહિલા અને તેનો પતિ સાથે નથી રહેતા. ગત નવેમ્બરમાં મહિલાનો બર્થડે આવ્યો હતો. જેનું સેલિબ્રેશન તેણે મિત્રો સાથે કર્યુ હતું અને તેના મિત્રો સાથેના ફોટા ફેસબુક પર મુક્યા હતા. આ મામલે કોઇએ મહિલાના પતિને જાણ કરી ટોણો માર્યો હતો કે, તારી પત્ની સાથે તેના મિત્રોના ફોટા છે, પરંતુ તારો ફોટો મૂક્યો નથી. આથી પતિએ પોતાની પત્નીને સબક શીખવાડવાનો નિર્ણય લીધો હતો.
તેણે પોતાના પત્નીના નામનું એક નકલી ફેસબુક એકાઉન્ટ ખોલ્યુ હતું. પત્નીના ઓરીજનલ ફેસબુક એકાઉન્ટમાંથી પત્નીના ફોટા કોપી કર્યા હતા. ત્યારબાદ આ ફોટાને ફેક એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. ફેક એકાઉન્ટ પર તેણે પત્નીને કોલગર્લ તરીકે દર્શાવી હતી. જેમાં તેનો ભાવ અને મોબાઇલ નંબર પણ દર્શાવ્યો હતો. તેણે પત્નીની ઇજ્જત જાય તે માટે ફેક એકાઉન્ટ પરથી તેના મિત્રો સગાસબંધીઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. મિત્રો અને સગાસબંધીઓ આ જાણી ચોંકી ઉઠતા આ મામલે મહિલાને જાણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -