કોગ્રેસ MLA અશ્વિન કોટવાલની વિધાનસભામાં પક્ષના દંડક તરીકે થઇ નિમણૂક
અશ્વિન કોટવાલની રાજકીય કરિયર પર નજર રાખવામાં આવે તો અશ્વિન કોટવાલને તેમના પિતા તરફથી રાજકીય વારસો મળ્યો છે. તેમના પિતા પણ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા. વર્ષ 1996માં તેમણે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇથી શરૂઆત કરી અને વર્ષ 2001માં તેઓ કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા હતા. બાદમાં વર્ષ 2004માં અશ્વિન કોટવાલ સાબરકાંઠા જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ બન્યા હતા. વર્ષ 2007માં ખેડબ્રહ્મા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. લોકસભા 2019 માટે સાબરકાંઠા બેઠક પર તેમની મજબૂત દાવેદારી માનવામાં આવી રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે 2007માં ભાજપના ધારાસભ્ય રમીલાબેન બારાને હરાવ્યા હતા. વર્ષ 2012 માં તેમણે પોતાની લીડ વધારીને 50137 મતોથી ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. તો વર્ષ 2017 માં પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારા સામે તેઓ ફરી જીત્યા અને સતત ત્રીજી વખત ધારાસભ્ય બન્યા. ઉલ્લેખનીય છે કે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા આ પહેલા કોંગ્રેસના દંડક હતા પરંતુ તેમની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થતાં તેમણે દંડક પદેથી વિધાનસભાના બજેટસત્ર બાદ રાજીનામું આપ્યું હતું ત્યારથી આ પદ ખાલી હતું.
અશ્વીન કોટવાલ યુવા ધારાસભ્ય છે અને સતત ત્રીજી વખત ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટાયા છે. આ બેઠક પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરસિંહ ચૌધરીની બેઠક હતી. તેમના અવસાન બાદ પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે કોંગ્રેસે વર્ષ 2007 માં યુવા ચહેરા અશ્વીન કોટવાલને ટીકીટ આપી હતી અને તેઓ 25890 મતોથી જીતી ધારાસભ્ય બન્યા હતા.
ગાંધીનગરઃ કોંગ્રેસે વિધાનસભા પક્ષના દંડક તરીકે આજે ધારાસભ્ય અશ્વીન કોટવાલની નિયુક્તિ કરવામાં આવી છે. અશ્વીન કોટવાલ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આદિવાસી વિસ્તારમાં સતત ત્રીજી વાર પ્રતિનિધિત્વ કરવાનો તેમને મોકો મળ્યો છે ત્યારે આ વખતે આદિવાસી મતબેંકને જાળવી રાખવા કોંગ્રેસે દંડક જેવા મહત્વના પદે તેમની નિયુક્તિ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -