35 વર્ષના પુરુષ સાથે 15 વર્ષની છોકરીના બંધાયા સંબંધ, બન્ને ભાગીને દોઢ મહિનો સાથે રહ્યા પછી શું થયું, જાણો વિગત
કોર્ટે રાજેન્દ્રસિંહને જામીન જોઈતા હોય તો 5 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. જોકે, આરોપીએ પોતે ખેડૂત હોવાથી આટલા રૂપિયા આપી શકે તેમ નથી તેવું જણાવતા કોર્ટે તેને 1 લાખ રૂપિયા જમા કરાવવા આદેશ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબળાત્કાર તેમજ પોક્સોના આરોપમાં જેલમાં રહેલા આરોપીએ કોર્ટને પીડિતા સાથે તે પુખ્ત વયની થાય ત્યારે તેની સાથે લગ્ન કરવાની બાહેંધરી આપી છે, જેનો પીડિતાના પરિવારજનોએ પણ વાંધો ન ઉઠાવતા કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યાં હતા.
જોકે, આરોપીએ આ મામલે કાયમી જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી કોર્ટને જણાવ્યું હતું કે, તે અને પીડિતા એક જ જ્ઞાતિના છે અને પીડિતા 18 વર્ષની થઈ જાય ત્યાર બાદ તે તેની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે.
જવ્વલે જ જોવા મળતાં એક કિસ્સામાં 15 વર્ષની એક છોકરીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલા 35 વર્ષના એક યુવકને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. હાલ આ સમગ્ર ઘટના ગાંધીનગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમગ્ર મામલા ફરિયાદ થતાં પોલીસે બન્નેને ખેડબ્રહ્માના એક ગામમાંથી પકડી પાડ્યા હતાં. પોલીસે રાજેન્દ્રસિંહની બળાત્કાર તેમજ પોક્સોના આરોપ હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ: એકબીજાના પ્રેમમાં યુવક-યુવતીઓ એકબીજા સાથે ભાગીને લગ્ન કરતાં હોય છે ત્યારે ગાંધીનગરના બિલોદરા ગામનો રાજેન્દ્રસિંહ પોતાની પાડોશમાં રહેતી સગીરાને 1 એપ્રિલ 2018ના રોજ ભગાડી ગયો હતો. સગીરા અને પાડોશમાં રહેતો રાજેન્દ્ર બન્નેએ લગ્ન કર્યા વિના 1 મહિનો અને 19 દિવસ સુધી એક જ રૂમમાં સાથે રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -