✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવનાર યુવકે માંગી માફી, ભાજપનો કાર્યકર હોવા અંગે શું કર્યો ખુલાસો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Apr 2018 05:10 PM (IST)
1

રાહુલે કહ્યું કે ગૃહની કાર્યવાહી પૂરી થયા બાદ સાફસૂફી માટે પોતે આઉટ સોર્સિંગ કર્મચારી તરીકે અંદર આવ્યો હતો જો કે આ યુવકને માફી આપવી કે નહિ તેનો નિર્ણય અધ્યક્ષ કરશે. અત્યારે તો યુવક અને ગૃહની સુરક્ષાના જવાબદારો સામે પગલાંની લટકતી તલવાર તોળાઈ રહી છે. ફોટો પડાવનાર યુવકે કરેલા બચાવમાં સત્ય કેટલું છે ? તે જાણવા અને ફરજ પરના લોકોની જવાબદારી નક્કી કરવા અધ્યક્ષે તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે.

2

ગાંધીનગરઃ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ખુરશી પર બેસીને ફોટો પડાવ્યા બાદ તે ફોટો વાઇરલ કરનાર રાહુલ પરમાર નામના યુવકે લેખિત માફી માંગી છે. રાહુલે ભાજપનો કાર્યકર નહીં પણ શુભેચ્છક હોવાનું જણાવ્યું છે.

3

આ મામલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે વિધાનસભામાં આ રીતે ફોટો પાડવો તે વિશેષાધિકાર ભંગ છે. આ યુવકે ચેર પર બેસીને સેલ્ફી લીધી છે તેમજ ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા છે જે ખૂબજ ગંભીર બાબત છે. આ અંગે તપાસ બાદ કસુરદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

4

તત્કાલની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજેન્દ્ર ત્રિવેદી.

5

રાહુલ પરમાર બી.ઈ. થયેલો છે અને તે વડોદરાના વોર્ડ સાતમાં ભાજપનો કાર્યકર હોવાની સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ પણ છે. વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ખુરશીમાં બેસી ફોટો લીધો હતો. આ અંગે રાહુલે કહ્યું કે વિધાનસભામાં કોઇ ન હોવાના કારણે અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવ્યો હતો. તેની સાથે એક સંબંધી પણ હતા.

6

ગુજરાત વિધાનસભા ભવન.

7

વડોદરા ભાજપના એક કાર્યકર્તાએ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવતા હોબાળો મચી ગયો હતો. શનિવારે ભાજપ કાર્યકર્તા રાહુલ પરમાર ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાતે આવ્યો હતો અને તેણે વિધાનસભામાં અનેક ફોટા પડાવ્યા હતા.

  • હોમ
  • ગાંધીનગર
  • વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર બેસી ફોટો પડાવનાર યુવકે માંગી માફી, ભાજપનો કાર્યકર હોવા અંગે શું કર્યો ખુલાસો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.