અમિત ચાવડા મુખ્ય દંડકપદેથી રાજીનામું આપશે, જાણો મુખ્ય દંડક બનવા ક્યા ચાર ધારાસભ્યો છે રેસમાં ?
પ્રદેશ પ્રમુખ,વિપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રભારીપદે યુવાઓને નિમણૂંક કરાઇ છે ત્યારે દંડકપદે પણ યુવા ધારાસભ્યને સોંપવા કોંગ્રેસની ગણતરી છે., નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ૪થી એપ્રિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પદભાર સંભાળશે અને એ વખતે નવા દંડકનું નામ નક્કી કરાય તેવી શક્યતા છે.
અમિત ચાવડા રાજીનામુ ધરે તો નવા મુખ્ય દંડક તરીકે માંડવીના યુવા આદિવાસી ધારાસભ્ય આનંદ ચૌધરી, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને ધારાસભ્ય જવાહર ચાવડાનું નામ ચર્ચા છે. આ ઉપરાંત ઉનાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશને પણ જવાબદારી સોંપાઇ શકે છે.
સૂત્રોનું કહેવુ છે કે, હમણાં જ ગુજરાત વિધાનસભાનુ સત્ર પૂર્ણ થયુ છે ત્યારે કોંગ્રેસ બહુ ઉતાવળ કર્યા વિના શાંતિથી મુખ્ય દંડકની પસંદગી કરશે. હાલમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોનાં નામ મુખ્ય દંડક તરીકે બોલાઈ રહ્યાં છે ને તેમાંથી ત્રણ યુવા ધારાસભ્ય છે.
અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાતાં વિધાનસભામાં કોંગર્સે પક્ષના મુખ્ય દંડકપદે અન્ય કોઇ યુવા ધારાસભ્યને બેસાડવા કોંગ્રેસમાં હિલચાલ શરૂ થઇ છે. આ હિલચાલના પગલે યુવા ધારાસભ્યોએ લોબિઈંગ શરૂ કરી દીધું છે અને તેના કારણે આંતરિક રીતે ગરમીનો માહોલ છે.
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં જીતાડવા યુવા ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની બાગડોર સોંપીને પ્રદેશ પ્રમુખ બનાવાયા છે ત્યારે અમિત ચાવડા હવે વિધાનસભાના મુખ્ય દંડકપદેથી રાજીનામુ ધરી દેશે અને આ જવાબદારીમાંથી મુક્ત થશે.