ફિક્સ વેતન મુદ્દે ગુજરાત સરકારના લાખો કર્મચારીઓ કેમ છે નિરાશ, જાણો વિગત
બપોરે રિસેસ પછી પણ નવમાં ક્રમના કેસ મોડે સુધી ચાલુ રહેતા કોર્ટનો સમય પૂરો થઈ ગયો અને વર્ષો બાદ અગ્રતાક્રમે આવેલા ફિક્સ વેતન કેસમાં કોઈ સુનાવણી થઈ શકી નહોતી. ગુજરાતનો આ કેસ રાજસ્થાનના કેસ સાથે ચાલી રહ્યો છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે 11 વાગ્યે ફિક્સ વેતનની મેટર બોર્ડ ઉપર આવી ત્યારે ગુજરાત સરકાર તરફથી જુનિયર વકીલે ઊભા થઈને આ કેસમાં સિનિયર વકીલ બીજી કોર્ટમાં હોવાથી પારઓવર આપવા વિનંતી કરી. જેને કોર્ટે મંજૂરી આપીને થોડાક સમય માટે ત્યારપછીના ક્રમે પાંચ, છ, સાત, આઠ અને નવમાં ક્રમના કેસોની કાર્યવાહી આગળ પણ વધારી.
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ફિક્સ પગારની મેટર કોર્ટ નંબર-૭માં ચોથા ક્રમે હતી. આથી આ કેસ વર્ષો પછી ચાલવાની પૂરેપૂરી શક્યતા હતી. આ જ કારણોસર ગુરુવારે ગુજરાતની ટીમ ફિક્સ પે અને તેમના સિનિયર કાઉન્સિલ, રાજસ્થાનના સિનિયર કાઉન્સિલ સહિતના વકીલો સવારે સુપ્રીમ કોર્ટમાં હાજર હતા.
ગાંધીનગર: ફિક્સ વેતન મુદ્દે વર્ષો પછી સુપ્રીમ કોર્ટમાં કેસ બોર્ડ ઉપર આવ્યો હતો. પરંતુ ગુજરાત સરકાર વતી સિનિયર વકીલ હાજર ન રહેતા ફરી એક વખત કેસની સુનાવણી વિલંબમાં પડી હતી. જેના કારણે હાલ ગુજરાત સરકારના લાખો કર્મચારીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -