ગાંધીનગર: મોડી રાતે સચિવાલયમાં દીપડો ઘૂસ્યો, વનવિભાગની ટીમે શરૂ કરી શોધખોળ
સચિવાલય સંકૂલને સવારથી જ બંધ રાખવામાં આવ્યું છે. મુલાકાતીઓ અને કર્મચારીઓને દીપડાના કારણે સંકૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. વન વિભાગના મંત્રી ગણપત વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે, દીપડો સંકૂલમાં ઘૂસ્યો હોવાની માહિતી મળ્યાં બાદ વન વિભાગની ટીમો તેને શોધવા માટે કામે લાગી ગઈ છે. દીપડાને પકડી લેવા માટે વિવિધ જગ્યા પર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા સચિવાલય સંકૂલમાં આવેલા વિધાનસભા અને વિવિધ બ્લોક્સમાં દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે કોઈ જગ્યાથી દીપડાની ભાળ નથી પડી રહી.
સચિવાલયમાં મોડી રાત્રે 1:53 વાગ્યે દીપડો 7 નંબરના ગેટમાંથી સચિવાલયમાં સંકૂલમાં પ્રવેશ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્યાર બાદ વન વિભાગની ટીમ અને પોલીસ દ્વારા દીપડા પકડવા શોધખોળ ચાલુ કરવામાં આવી છે.
આ સાથે સાવચેતીના પગલાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને મુલાકાતીઓને સચિવાલયમાં એન્ટ્રી આપવામાં આવી રહી નથી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં તમામ જગ્યા પર શોધખોળ કરવા છતાં હજુ સુધી દીપડો મળ્યો નથી.
ગાંધીનગર: ગાંઘીનગરના સચિવાલય સંકુલમાં દીપડો ઘૂસ્યાની ઘટનાથી કર્મચારીઓ ફફડાટ ફેલાઈ ગઈ છે. દીપડો સંકૂલમાં ઘૂસ્યો હોવાથી કર્મચારીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા દીપડાની શોધખોળ કરવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -