આનંદીબેન અને અમિત શાહ વચ્ચે બે કલાક સુધી ચાલેલી બેઠકમાં શું થઈ ચર્ચા?
સૂત્રો મુજબ અમિત શાહ અને બેન વચ્ચે હાલમાં પ્રજાને કનડતા પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. રાજ્યમાં હાલ પાક નિષ્ફળ જવો, પાક વીમો, સિંચાઈનું પાણી, બેરોજગારી, આશાવર્કરોમાં આક્રોશ, ફિક્સ પગારદારો, ફી વધારાને તેમજ નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના રોષ જેવા મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના કહેવા પ્રમાણે 150 બેઠક મેળવાનું લક્ષ્યાંક પૂરું કરવા માટે ભાજપ જોર લગાવી રહ્યું છે. આ રણનીતિમાં આનંદીબેનનું કદ અને વજન વધ્યું છે અને ઉમેદવારોની પસંદગીમાં બેનનો હાથ ઉપર રહેવાનો છે. એટલું જ નહીં, બેઠકમાં દિવાળી પહેલાં જનતા ખુશ થાય તેવા નિર્ણય લેવા અંગે ગંભીર ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સક્રીય થઈ ગયા છે. બીજી તરફ ભાજપે 150 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ અંગે રવિવારની મોડી રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ગાંધીનગરના નિવાસસ્થાને બે કલાકથી પણ વધુ સમય માટે ગુપ્ત બેઠક કરી હતી.
આ ઉપરાંત આગામી ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યો-મંત્રીઓમાંથી કોને કોને ટિકિટ આપી શકાય અને કોને બાદ કરવા જોઇએ, તે અંગે પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પાટીદાર આંદોલનને ધ્યાનમાં રાખીને હાલમાં ભાજપના 30 વધુ પાટીદાર ધારાસભ્યો, મંત્રીઓમાંથી કોને રિપીટ કરવા કે નહીં અને કરવા તો કોને કોને કરવા તે અંગે પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -