ભાજપના કયા પ્રધાને હજુ સુધી નથી લીધા ધારાસભ્ય પદ માટેના શપથ, જાણો વિગત
અમદાવાદ: 14મી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા તમામ 182 પૈકીમાંથી રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોતમ સોલંકી સિવાયના બાકીના તમામ 182 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કરી લીધા છે. જે છેલ્લે કુલ છ ધારાસભ્યો શપથ લેવામાં બાકી હતા તેમાંથી સોલંકી સિવાયના પણ પાંચ ધારાસભ્યોને મંગળવારે કાર્યકારી અધ્યક્ષે શપથ લેવડાવી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં સોલંકી અવારનવાર ગાંધીનગર આવ-જાવ કરતા હોવા છતાં અને મંત્રીપદના શપથ લીધા છતાં ધારાસભ્યપદના શપથ નહીં લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
જેમાં તેઓ એવું કહ્યું હોવાનું કહેવાય છે કે, ગુજરાતમાં બધું ઠીક નથી, મારા સહિતના ઘણાંને અન્યાય થયો છે. અહીં જૂથવાદ હવે પરાકાષ્ટાએ પહોંચ્યો છે. આ બધી બાબતો તમે દિલ્હી હાઈકમાન્ડને કહેજો.
મંગળવારે કાર્યકારી અધ્યક્ષની ચેમ્બરમાં બાકી રહેલા ધારાસભ્યો મહેશ પટેલ, અશ્વિન કોટવાલ, જગદીશ પંચાલ, ગ્યાસુદ્દીન શેખ, વિભાવરી દવેને શપથ લેવડાવાયા હતા. જ્યારે રાજ્યકક્ષાનાં મંત્રી પુરુષોતમ સોલંકી ગેરહાજર રહ્યા હતા.

પરંતુ કેબીનેટ કક્ષાનું મંત્રીપદ અથવા તો સારા ખાતાની માગણી સાથે નારાજગી દેખાડવા માટે પુરુષોતમ સોલંકીએ હજુ સુધી ધારાસભ્ય તરીકેના શપથ લીધા નથી.
પરંતુ કેબીનેટ કક્ષાનું મંત્રીપદ અથવા તો સારા ખાતાની માગણી સાથે નારાજગી દેખાડવા માટે પુરુષોતમ સોલંકીએ હજુ સુધી ધારાસભ્ય તરીકેના શપથ લીધા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -