કલોલ: સિદ્ધનાથ મહાદેવ મંદિરના બે મહંતની હથિયારના ઘા મારી હત્યા, ચલાવી લૂંટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Sep 2016 12:17 PM (IST)
1
ગાંધીનગર: મંગળવારે કલોલના સઈજ ગામમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના બે મહંતની હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. બે મહંતની હત્યા અને લૂંટ કરીને આ શખ્સો અલ્ટો કારમાં ફરાર થઈ ગયા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
2
3
4
5
6
આ અંગેની વિગતો એવી છે કે, કલોલ તાલુકાના સઈજ ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિરના દિલીપગીરી કૈલાશ ગોસ્વામી અને ઈશ્વરવનની કોઈ કારણસર અજાણ્યા શખ્સો દ્વારા હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. વહેલી સવારે મંદિરની ગૌશાળામાં કામ કરતી મહિલા અને ભક્તને ખબર પડતાં જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સઈજ ગામના લોકો પણ દોડી આવ્યા હતાં.