અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને ઝૂકાવી, જાણો કઈ બે મોટી માગણીઓ સરકારે સ્વીકારી ?
આ નિમંત્રણને પગલે રમેશ ઠાકોર, બાબૂભાઈ વાઘેલા, દીપસીંહ ઠાકોર, મુકેશ ભરવાડ તેમજ રામકરણ ઠાકોર એ પાંચ પ્રતિનિધીએ સરકારના પ્રતિનિધી ચુડાસમા સાથે ચર્ચા કરી હતી. તેમણે હકારાત્મક વલણ દાખવીને કડક કાયદાની માગણી સ્વીકારી લીધી હતી.
અલ્પેશ ઠાકોરે રવિવારે 40 હજાર લોકોને ખડકી દઈને સરકાર પર ભારે દબાણ પેદા કર્યું હતું. અલ્પેશ ઠાકોરે ચીમકી આપી હતી કે સાંજ સુધીમાં સરકાર આ મામલે નિર્ણય નહીં લે તો વિધાનસભાને ઘેરીશું. આ જાહેરાતના પગલે સરકારે મહાસંમેલનના નેતાઓને ચર્ચા માટે નિમંત્રણ આપ્યું હતું.
તેમણે અલ્પેશ ઠાકોરની ગુજરાતના ઉદ્યોગોમાં 85 ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવાની માગણી પણ સ્વીકારી હતી અને કહ્યું હતું કે સરકાર આ મુદ્દે પણ કટીબદ્ધ છે. તેથી તે અંગેની ઠાકોર સમાજની રજૂઆતને પણ અમે ધ્યાને લઈશું.
તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ કર્યા પછી કાયદો લવાશે કે જેથી બિહારમાં લાગુ થયેલા કાયદાને કાનૂની પડકારનો સામનો કરવો પડ્યો એવી સ્થિતી ગુજરાતમાં ના સર્જાય. આગામી બજેટ સત્રમાં અમે દારૂબંધીના કાયદાને કડક બનાવીશું.
ચુડાસમાએ કહ્યું કે અમે ઠાકોર સમાજના પ્રતિનિધિ મંડળની રજૂઆત સાંભળીને બાંહેધરી આપી છે કે સરકાર પણ દારૂબંધીના કાયદાને વધારે કડક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સંજોગોમાં તેમના તરફથી જે સૂચનો મળ્યા છે તેનો કાયદાકીય અભ્યાસ કરીશું.
ગાંધીનગરઃ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ ગાંધીનગરમાં મહાસંમેલન યોજીને ગુજરાતની ભાજપ સરકારને ઘૂંટણિયે પાડી છે અને સરકારે અલ્પેશ ઠાકોરની માગણી સ્વીકારીને દારૂબંધીના અમલ માટે કડક કાયદો લાવવાની ખાતરી આપી છે.
અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ સાથે ચર્ચા પછી ગુજરાત સરકારના સીનિયર પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી કે આગામી બજેટ સત્રમાં દારૂબંધીના કાયદાને કડક બનાવતો ખરડો વિધાનસભામાં રજૂ કરીને પસાર કરવામાં આવશે.