લાશ પડી જશે પણ દારૂબંધીનો કડક કાયદો લીધા વિના પાછા નહીં જઇએઃ અલ્પેશ ઠાકોર
હાલના કાયદામાં દારૂ બનાવનારા, વેચનારા અને દારૂ પીનારાને સજાની જે જોગવાઈ છે તે પ્રમાણમાં ખૂબ હળવી છે જયારે અલ્પેશ ઠાકોર દારૂ વેચનારાને ૧૦ વર્ષની સજા અને રૂ. ૫ લાખનો દંડ, દારૂ પીનારાને ૨ વર્ષની સજા અને રૂ. બે લાખના દંડની જોગવાઈની માંગ કરી છે. હવે સરકાર આ મુદ્દે કેવા પગલા લેશે તે તો આવનાર સમય નક્કી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે સરકાર સમક્ષ છેલ્લા 1 વર્ષથી દારુના કડક અમલ માટે રજૂઆત કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. અલ્પેશ ઠાકોરે વિધાનસભાના ઘેરાવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. એસસીએસટી અને ઓબીસી એક્તા મંચના આ અભિયાનને પાટીદાર અનામત આંદોલનન નેતા હાર્દિક પટેલે પણ સમર્થન આપ્યું છે.
અલ્પેશ ઠાકોરની સાથે મહાસભામાં તેમના બે દીકરાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અલ્પેશે આજે સાંજે 6 કલાક સુધીમાં કાયદાનો કડક અમલ નહીં કરાય તો ઉપવાસ શરૂ કરાશે તેવી રાજ્ય સરકારને ચીમકી આપી હતી.
ગાંધીનગરઃ ઓબીસી એકતા મંચ તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્ધારા આજે દારૂબંધીની કડક અમલની માંગ સાથે ગાંધીનગરમાં વ્યસન મુક્તિ મહાકુંભ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા. લોકોને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યુ હતું કે, લાશ પડી જશે પણ દારૂબંધીનો કડક કાયદો લીધા વગર પાછા નહીં ફરીએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -