કોંગ્રેસના ગદ્દાર ધારાસભ્ય કરમશી પટેલે દીકરાની મદદથી કઈ રીતે બેંગલોર બેઠા બેઠા ભાજપ સાથે કર્યો સોદ્દો?
ગાંધીનગરઃ ગઈ કાલે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય કરમશીભાઈ પટેલે ક્રોસ વોટિંગ કરતાં ખળભળાટ મચી ગયો હતો. ભાજપ મત તોડશે, તેવા ભય વચ્ચે કોંગ્રેસે 44 ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં રાખ્યા હતા. આ ધારાસબ્યોમાં કરમશીભાઈનો પણ સમાવેશ થાય છે. સાણંદના ધારાસભ્ય કરમશી પટેલને ક્રોસ વોટીંગ કરાવવા માટે છેક તેમના પુત્ર કનુ પટેલને ભાજપે બેંગલુરુ સુધી દોડાવ્યો હોવાનું સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલુરુ પહોંચ્યા પછી પિતા-પુત્ર રિસોર્ટમાંથી બહાર નીકળ્યા હતા અને અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. પછી પિતા-પુત્ર બેગ્લુરુ રિસોર્ટમાં રોકાયા હતા અને સાથે સોમવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. એરપોર્ટ પર પુત્ર કનુ પટેલ પિતાથી અલગ થઇ ગયો હતો. દરમિયાન કોંગ્રેસને કરમશી પટેલની વિશ્વસનીયતા પર શંકા જતા તેમનો પ્રોક્ષી વોટ નાખવાની તૈયારી કરી હતી.
કરમશી પટેલે ક્રોસ વોટીંગ કરતા તેમને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના ઘરે સાણંદ પહોંચાડાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપની નેતાગીરીએ કરમશી પટેલને તોડવા માટે તેમના પુત્ર કનુ પટેલને બેંગલુરુ મોકલ્યા હતા. યુવક કોંગ્રેસના મહામંત્રી કનુ પટેલ સાથે ભાજપની નેતાગીરીએ વાત કરી હતી. આ પછી પિતા બીમાર હોવાનું કહી બેંગલુરુ પહોંચ્યા હતા.
જોકે, કરમશી પટેલે મારો મત હું આપીશ તેવુ કહેતા છેવટે તેમણે મંગળવારે ક્રોસ વોટીંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. પુત્ર કનુ પટેલે શાહ સાથે પિતાની વાત કરાવતા ક્રોસ વોટિંગનો તખ્તો ઘડાયો હતો.
કરમશીભાઈને બેંગલુરુ હતા ત્યારે ચારેક દિવસ પહેલા કનુ પટેલ પિતાની તબિયત બરાબર હોવાનું બહાનું આગળ ધરીને બેંગલુરુ ગયા હતા અને ત્યાંથી અમિત શાહ સાથે વાતચીત કરાવીને ક્રોસ વોટીંગનો તખ્તો તૈયાર કર્યો હતો. છેવટે મંગળવારે કરમશી પટેલે ક્રોસ વોટીંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -