ભાજપમાં ફરી ભડકો, રૂપાણી સરકારને વધુ એક પ્રધાનની ખાતાંની ફાળવણીના મામલે ખુલ્લી બગાવત, જાણો કોણ છે આ પ્રધાન ?
બળદેવ સોલંકીએ પોતાના કોળી નેતાઓને પણ ચિમકી આપી છે કે તેઓ કોળી સમાજમાંથી આવતા હોવાને કારણે સરકારમાં તેમને મળી જાય અને તેઓ ચુપ બેસી જશે તો કોળી સમાજ ચલાવી લેશે નહીં, જરૂર પડે કોળી સમાજ પોતાના કોળી નેતાઓ સામે પણ આંદોલન કરશે.
બળદેવ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે, આ મુદ્દે કોળી સમાજ દ્વાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ રજુઆત કરી છે અને રૂપાણીએ વધુ કોળી ધારાસભ્યોને મંત્રી બનાવવાની ખાતરી આપી છે, પણ જો તેવું નહીં થાય તો કોળી સમાજ બહુ જલ્દી આંદોલન શરૂ કરશે.
આ પહેલાં ખાતાઓની ફાળવણી બાદ નીતિન પટેલ નારાજ થઈ જતાં રાજકિય માહોલ ગરમાયો હતો. ત્રણ દિવસની ચર્ચાની અંતે નીતિન પટેલે પોતાની ઓફિસમાં આવી ચાર્જ સંભાળી લીધો છે પણ હજુ વિજય રૂપાણીની મુશ્કેલીઓ થંભવાનું નામ લેતી ન હોય તેમ લાગી રહ્યું છે.
સોલંકીએ જણાવ્યું હતું કે, કોળી સમાજના 12 ધારાસભ્યો ચૂંટાણા છે, જ્યારે કોળી અને ઠાકોર સમાજના 15 કરતાં વધુ ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાં મંત્રી મંડળમાં માત્ર પુરૂષોત્તમ સોલંકીની જ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ કોળી સમાજને મંત્રી મંડળમાં અન્યાય થયો છે.
ગુજરાતના કોળી સમાજના ધારાસભ્યોની સંખ્યા વધારે હોવા છતાં કોળી સમાજમાંથી માત્ર એક જ ધારાસભ્યને મંત્રીપદ અપાયું તે મામલે કોળી સમાજે વિજય રૂપાણીને આંદોલનની ધમકી આપી હતી. રાષ્ટ્રીય કોળી સમાજના યુવા નેતા અને ભાવનગરના પ્રમુખ બળદેવ સોલંકીએ આ ચીમકી આપી હતી.
રૂપાણી સરકારમાં બગાવત કરનારા આ બીજા પ્રધાન ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય પરસોત્તમ સોલંકી છે. સોલંકીએ કોળી સમાજને અન્યાય કરાયો છે અને પોતાને યોગ્ય મંત્રાલય નથી અપાયો તેવો મુદ્દો ઉપસ્થિત કરીને બગાવત કરી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકારની શપથવિધી પછી કરાયેલી ખાતાંની ફાળવણીના કારણે ભારે અસંતોષ વ્યાપેલો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તો ખુલ્લેઆમ બગાવત કરીને ભાજપના હાઈકમાન્ડને ઘૂંટણિયે પાડ્યું અને મહત્વનું નાણાં મંત્રાલય આપવાની ફરજ પાડી ત્યાં હવે બીજા પ્રધાને બગાવત કરી છે.
સોલંકીએ આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. રૂપાણીને મળવા જતાં પહેલાં સોલંકીએ મીડિયા સામે પોતાનો અસંતોષ શબ્દો ચોર્યા વિના વ્યક્ત કર્યો હતો અને મુખ્યમંત્રીને મળ્યા પછી પોતાની વાતના શું પ્રત્યાઘાત પડે છે તે મુદ્દે ચર્ચા કરશે તેમ કહ્યું હતું.