‘રૂપાણી સરકાર છ મહિના નહીં ખેંચે’ ભાજપમાં જ કેમ ચાલી રહી છે આવી ચર્ચા, જાણો વિગત
કમલમ્ પણ અશુભ હોવાની ચર્ચા છેલ્લા કેટલાંય સમયથી ચાલી રહી છે. ભાજપ માટે ખાનપુર કાર્યાલય છોડ્યું છે ત્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2017ની ચૂંટણીમાં ભાજપના વળતાં પાણી થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રદ્ધા-અંધશ્રદ્ધામાં માનતા સચિવાલયના અધિકારીઓનું માનવું છે કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સી-પ્લેનની મુસાફરી અને રોડ શો કર્યો હતો તે પણ પાર્ટી માટે અપશુકનિયાળ સાબિત થયો હતો તેવું લોકો ચર્ચા કરી રહ્યા હતાં.
1998માં કેશુભાઈ ફરી સત્તા પર આવ્યા પરંતુ તેમણે ત્રણ જ વર્ષમાં સત્તા ગુમાવવી પડી હતી. ભૂતકાળ જોતા 1995 અન 1998માં બહુમતિ છતાંય ભાજપને અનેક વિગ્નોનો સામનો કરવો પડ્યો હતો. આથી આ વખતે પણ વિજય રૂપાણીના નેતૃત્વની સરકારને આ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પ્રથમવાર નથી જ્યારે આ સ્થળે શપથવિધિ યોજાઈ હોય અન ઉથલપાથલ થઈ હોય 1995માં ભાજપે પ્રથમવાર ગુજરાતમાં સત્તા મેળવી અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા તેના છ જ મહિનામાં પાર્ટીમાં વિખવાદ, કંકાસ, શંકરસિંહ વાઘેલાનો બળવો વગેરે અનેક ઉથલપાથલ સર્જાઈ હતી.
શપથવિધિ જ્યાં યોજાઈ એ સ્થળે મંડપ બાંધતી વખતે બે વ્યક્તિના મૃત્યુ થઈ ગયા હતાં. આ માનવમૃત્યુની દુર્ઘટનાને પણ અશુભ માનવામાં આવી રહી છે. જોકે કેટલાંક લોકોનું માનવું છે કે શપથવિધિ જે સ્થળે યોજાઈ એ સ્થળ ભૂમિદોષ વાળુ છે.
શુભ-અશુભમાં માનતા સચિવાલયના લોકો શપથવિધિની તારીખ અને સ્થળને પણ ભાજપમાં થનારા ડભા માટે જવાબદાર ઠેરવી રહ્યાં છે. 26 ડિસેમ્બરે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો ત્યારે પંચક ઉપરાંત કમૂર્તા હતાં. આવા અશુભ દિવસે શપથવિધિ યોજાવાને કારણે જ ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ચર્ચા છે.
આ જોતા આગામી પાંચ વર્ષ ભાજપ માટે સત્તા ટકાવી રાખવી આસાન નહી હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે. રૂપાણી સરકારને શરૂઆતમાં જ થયેલા અપશુકનો જોતાં ભાજપમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ સરકાર છ મહિના નહીં ખેંચે.
સચિવાલયના કર્મચારીઓના જણાવ્યા અનુસાર ગુજરાત ચૂંટણીના પરિણામો આવ્યા તે દિવસે અમાસ હતી જેને કારણે ભાજપે ડબલ ડિજિટથી વધુ બેઠક મેળવી શકી નહી. ભાજપ માટે પરિણાના દિવસથી જ અશુભના સંકેત મળી ગયા હતાં.
ગાંધીનગર: ગુજરાતની ચૂંટણીમાં મહામહેનતે સત્તા ટકાવી રાખનાર ભાજપને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. હજુ તો શપથવિધિ પૂર્ણ થઈ નથી તેના ગણતરીના દિવસોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા છે. ભાજપમાં અસંતોષનો માહોલ છે.
ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ મનાય છે. એ જ રીતે અત્યારે ભાજપમાં જે રીતે વિખવાદ થઈ રહ્યો છે તે જોતાં શપથવિધિનો સમય અને દિવસ અપશુકનિયાળ હોવાની ચર્ચા સચિવાલયના વર્તુળોમાં ચાલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -