✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પરષોત્તમ સોલંકીની નારાજગી નથી થઇ દૂર, મંત્રીમંડળની બેઠકમા રહ્યા ગેરહાજર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2018 11:57 AM (IST)
1

2

ગાંધીનગરઃ રાજ્ય કક્ષાનામંત્રી પરષોત્તમ સોલંકીએ ગઇકાલે ધારાસભ્ય તરીકેને શપથગ્રહણ કર્યા હતા. તેઓ મંત્રીમંડળની બેઠકમાં હાજર રહ્યા નહોતા. જેને કારણે એવી ચર્ચા ચાલી રહી છે કે તેમણે શપથ તો ગ્રહણ કર્યા છે પરંતુ તેમની નારાજગી હજી પૂર્ણ રીતે ખત્મ થઇ નથી.

3

જોકે,પરષોત્તમ સોલંકીએ આજે સ્પષ્ટ કર્યું હતું કે મારી અને મારા સમાજની ભાજપ પ્રત્યે કોઈ નારાજગી નથી. બે મહિનામાં જ તેમની માંગ સ્વીકારવાનો મુખ્યમંત્રીએ વિશ્વાસ આપ્યો છે અને મને વિશ્વાસ છે મારી માંગ સ્વીકારવામાં આવશે.

4

સોલંકીની નારાજગી બાદ ગુજરાતમાં નવી સરકાર આવ્યાને હજુ દોઢ મહિના જ થયા છે એટલામાં કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના સેવાઇ રહી છે. રાજ્ય સરકારમાં કોળી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી તેવા બહાના હેઠળ સરકાર પાસે મહત્વના ખાતાની માંગણી કરી રહ્યા છે.

5

સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મજબૂત નેતા મનાતા સોલંકીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા પરંતુ નિયમ મુજબ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા નહોતા. હાલમાં તેઓ મહત્વના માંગણી સાથે નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંત્રીમંડળની બેઠકમાં ગેરહાજર રહીને તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી

  • હોમ
  • ગાંધીનગર
  • પરષોત્તમ સોલંકીની નારાજગી નથી થઇ દૂર, મંત્રીમંડળની બેઠકમા રહ્યા ગેરહાજર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.