આત્મવિલોપન કેસઃ કડી ભાજપના MLA પર ટપલીદાવ, કરશનભાઈ સોલંકી ઊભા રોડે દોડ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર હોસ્પિટલમાં કરશનભાઈ સોલંકીનો ટપલીદાવ થતાં ત્યાંથી દોડીને રોડ પર આવી ગયા હતા અને પોલીસની મદદ માંગી હતી. કરશનભાઈ સોલંકીનો ટપલીદાવ થતાં તેઓ ગુસ્સે ભરાયા હતા. ટપલીદાવ બાદ લોકોનાં ટોળાં વળ્યાં હતાં.
ગાંધીનગર હોસ્પિટલમાં મૃતક ભાનુભાઈનું આજે પીએમ કરાવવામાં આવ્યું હતું તે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતાં. જ્યારે કડી ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી પણ મૃતક પરિવારજનોને આશ્વાસન આપવા માટે પહોંચ્યાં હતાં જોકે કોઈ અજાણ્યા વ્યક્તિએ કરશનભાઈ સોલંકીનો ટપલીદાવ કર્યો હતો. જેના કારણે કરશનભાઈને ત્યાંથી ભાગવું પડ્યું હતું.
આ દરમિયાન દલિતોએ સિવિલ હોસ્પિટલની બહાર વિરોધ કર્યો હતો. જ્યારે બપોરે બાદ કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી પણ આશ્વાસન આપવા માટે હોસ્પિટલ આવી પહોંચ્યા હતાં. જોકે અજાણ્યા વ્યક્તિએ તેમનો ટપલીદાવ કર્યો હતો. જેના કારણે કરશનભાઈને સિવિલમાંથી ભાગવું પડ્યું હતું. કરશનભાઇએ લોકોને ઉશ્કેરવાનો કોગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.
ગાંધીનગર: જમીન વિવાદને લઇને દલિત પરિવારના સભ્યનું મોત નિપજ્યું હતું જેના કારણે પાટણ અને ઊંઝામાં આજે તોફાન જેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મૃતક ભાનુભાઈનું શુક્રવારે મોડીરાત્રે અપોલો હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું ત્યારે આજે સવારે ગાંધીનગર હોસ્પિટલ ખાતે મૃતક ભાનુભાઈનું પીએમ કરાવવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -