✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્યપાલ સહિતના મહાનુભાવો રાજભવનમાં રાહ જોતા રહ્યા ને મોદી કાફલાને છોડીને ક્યાં ઉપડી ગયા ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2017 10:45 AM (IST)
1

મોદી રાજભવન ખાતે પહોંચ્યા પછી સ્વાગત કરાયું હતું. મોદી પછી તરત મુખ્યમંત્રીના નિવાસે ડિનર માટે ઉપડી ગયા હતા. છેલ્લે વાઇબ્રન્ટ સમિટ વખતે ગુજરાત આવેલા મોદી હીરાબાને મળવા ગયા હતા. પોતાના જન્મદિવસે બનાસકાંઠામાં સભા સંબોધન કર્યા પછી હિરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા હતા.

2

હીરાબાને મળવાનો કાર્યક્રમ અગાઉ પ્રમાણે નક્કી ન હતો પણ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચેથી સમય લઇને પોતાની માતાના આશિષ લેવા માટે મોદી પહોંચી ગયા હતા. પૂરતી સુરક્ષા વચ્ચે તેમણે ઘર સુધીનો પ્રવાસ કર્યો હતો. હીરાબા સાથે તેમણે અંદાજે 15 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો અને પછી નિકળી ગયા હતા.

3

રાજ્યપાલના આદેશના પગલે તપાસ કરવામાં આવતાં ખબર પડી કે મોદી માતા હીરાબાને મળવા ઉપડી ગયા છે. મોદી હીરાબા સાથે હતા ત્યારે રાજભવન ખાતે તેમની રાહ જોતા ઉભા રહ્યા હતા. મોદીની આ આકસ્મિક મુલાકાતના કારણે તેમણે લગભગ અડધો કલાક સુધી રાહ જોતા ઉભા રહેવું પડ્યું હતું.

4

મોદીના કાર્યક્રમમાં તેમનાં માતાને મળવા માટે રાયસણ જવાનું નક્કી હતું નહીં તેથી તેમના કાફલાની કારો સીધી રાજભવન પહોંચી હતી. રાજભવન ખાતે મોદીના સ્વાગત માટે તૈયાર રાજ્યપાલ ઓ.પી. કોહલી સહિતના મહાનુભાવો મોદીને આવકારવા આગળ આવ્યા હતા પણ મોદી નહીં દેખાતાં આશ્ચર્યમાં મૂકાયા હતા.

5

ગાંધીનગરઃ ગુજરાતના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ખાતે જવા નિકળ્યા પછી રસ્તામાં અચાનક જ બીજા રસ્તે વળી ગયા હતા. એરપોર્ટથી સીધા રાજભવન જવાના બદલે મોદી પોતાનાં માતા હીરાબાને મળવા માટે રાયસણ ઉપડી ગયા હતા.

6

મોદીએ પોતાના કાફલામાંથી ચાર કારને પોતાની સાથે લીધી હતી. તેમના આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે એસપીજીના કમાન્ડો પણ મૂંઝાઈ ગયા હતા પણ મોદીએ તેમને પોતે ઝડપથી આવી જશે તેવું કહ્યું હતું. મોદી પૂરતી સુરક્ષા સાથે હોવાથી તેમની સાલમતી અંગે ચિંતાનું કોઈ કારણ નહોતું.

  • હોમ
  • ગાંધીનગર
  • રાજ્યપાલ સહિતના મહાનુભાવો રાજભવનમાં રાહ જોતા રહ્યા ને મોદી કાફલાને છોડીને ક્યાં ઉપડી ગયા ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.