માતા હીરાબાને મળવા આવેલા PM મોદીએ કોની સાથે પ્રેમથી કરી વાત? આપ્યા આશીર્વાદ, જુઓ તસવીરો
પોતાના ટવીટ્ર હેન્ડલ પર ટવીટ્ કરીને મોદીએ આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે આજે મેં યોગ નથી કર્યા અને વહેલી સવારે મારી માતાને મળવા ગયો. સવાર પડે તે પહેલાં માતા સાથે નાસ્તો કર્યો અને તેમની સાથે સમય પસાર કરી મને ખૂબ સારૂ લાગ્યુ.
વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા ગાંધીનગરમાં રાયસણ ખાતેના વૃંદાવન બંગલોઝમાં રહે છે. હીરાબા 95 વર્ષનાં છે અને પોતાના સૌથી નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે. મોદી પોતાના જન્મદિને માતાને મળવા જાય છે અને એ સિવાય પણ ઘણા પ્રસંગે પોતાની માતાને મળવા જતા હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાની મુલાકાત લઈને નીકળ્યા ત્યારે એક બાળક તેમને મળવા પહોંચી ગયો હતો. તેણે પહેલા તો નરેન્દ્ર મોદીના આશીર્વાદ લીધા હતા. આ પછી મોદીએ પણ તેની સાથે કેટલીક વાતો કરી હતી. આ પછી બાળક ત્યાંથી નીકળી ગયો હતો.
મોદીએ વરસોથી આ નિયમ બનાવ્યો છે પણ મંગળવારે સવારે તેમણે આ નિયમ તોડી નાંખ્યો. તેમણે આ નિયમ પોતાની માતા માટે તોડયો અને સવારે યોગ કરવાના બદલે પોતાનાં માતા હીરાબાને મળવા માટે રાયસણ ખાતે ઉપડી ગયા હતા.
આ પછી પાડોશમાં રહેતા એક બહેન પણ મોદીને મળવા પહોંચ્યા હતા. તેમણે પણ મોદીના આશીર્વાદ લીધા હતા. મોદીએ તેમની સાથે પણ બે ઘડી વાતો કરી હતી. આ પછી તેઓ પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયા હતા. આ ક્ષણોની તસવીરો એબીપી અસ્મિતા પાસે આવી છે, જે અહીં મૂકી છે.
વડાપ્રધાન બન્યા બાદ પણ તેમણે રાયસણના ઘરે જઈને માતાના આશીર્વાદ લેવાની પરંપરા જાળવી છે. આ સિવાય પણ જ્યારે પણ તે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ત્યારે પોતાનાં માતાને મળવા ભાઇના ઘરે ગયા હતા. હાલ મોદી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવ્યા છે.
ગાંધીનગરઃ બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા હતા. તેઓ સવારે રાયસણ સ્થિત પંકજ મોદીના ઘરે આવ્યા હતા, જ્યાં તેમણે માતા હીરાબાની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, તેમની સાથે નાસ્તો પણ કર્યો હતો. અહીં તેમને પાડોશીઓ સાથે પણ વાતચીત કરી હતી.