✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીનગરઃ સ્વામિનારાયણ અક્ષરધામને 25 વર્ષ થયા પૂર્ણ, PM મોદીની હાજરીમાં ઉજવાશે મહોત્સવ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Nov 2017 10:40 AM (IST)
1

આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

2

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના અક્ષરધામ મંદિરના રજયજયંતિની ઉજવણીમાં હાજરી આપવા ગુજરાત આવી રહ્યા છે. બોચાસણવાસી શ્રીઅક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આ મંદિરને 25 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજીત સમારોહમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. વડાપ્રધાન સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.

3

આજથી 3 દિવસ માટે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. વડાપ્રધાન મોદી રાજભવનથી અક્ષરધામ જશે. બે કલાક સુધી અક્ષરધામ મંદિરના કાર્યક્રમમાં રોકાશે. બાદમાં સાંજે 8:30 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.

4

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 1992માં બનીને તૈયાર થયું હતું. અક્ષરધામ મંદિર 23 એકરમાં પથરાયેલું છે. આજે અક્ષરધામને 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ગુરુ યોગીજી મહારાજે 6 ઓગસ્ટ, 1970એ હાલ જ્યાં અક્ષરધામ છે તે સ્થળે મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. દિલ્હી અક્ષરધામ પણ ગુરુજીની આજ્ઞાને અનુસરીને પ્રમુખ સ્વામીએ બનાવ્યું છે.

  • હોમ
  • ગાંધીનગર
  • ગાંધીનગરઃ સ્વામિનારાયણ અક્ષરધામને 25 વર્ષ થયા પૂર્ણ, PM મોદીની હાજરીમાં ઉજવાશે મહોત્સવ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.