ગઢ બચાવવા સ્ટાર પ્રચારક તરીકે PM મોદી મેદાનમાં ઉતરશે, આ સ્ટાર નેતાઓ કરશે પ્રચાર, જાણો વિગતે
રાજનાથ સિંહ, અરુણ જેટલી, પિયુષ ગોયેલ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય પ્રધાનોની મોદીની કોર ટીમ બે મહિના સુધી ગુજરાતમાં સભાઓ ગજવશે. આ માટેના કાર્યક્રમના રૂપરેખા પણ ઘડી કાઢવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજનાથ સિંહ, અરુણ જેટલી, પિયુષ ગોયેલ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય પ્રધાનોની મોદીની કોર ટીમ બે મહિના સુધી ગુજરાતમાં સભાઓ ગજવશે. આ માટેના કાર્યક્રમના રૂપરેખા પણ ઘડી કાઢવામાં આવી છે.
મોદી બેથી ત્રણ દિવસના તબક્કાવાર પ્રવાસો કરી ગુજરાતના જિલ્લાઓને ખૂંદશે. નવેમ્બર માસના પહેલાં સપ્તાહ પછી પ્રચાર-પ્રસાર વેગ આપવામાં આવશે અને પીએમના ગુજરાત પ્રવાસોની હારમાળા શરૂ થશે. ઉમેદવારોના નામોની યાદી જાહેર થયા બાદ કેટલાંક જિલ્લાઓમાં મોદી રોડ શો પણ યોજશે.
સુષમા સ્વરાજ, નિર્મલા સિતારમન, સ્મૃતિ ઈરાની અને ઉમા ભારતી સહિતના મોદી કેબિનેટના ચાર મહિલા મંત્રીઓને ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે વિશેષ ટાર્ગેટ આપવામાં આવ્યો. આ ચાર મહિલા પ્રધાનો રાજ્યના મહિલા મતદારોને ટાર્ગેટ કરશે.
યૂપીથી યોગી આદિત્યનાથ, રાજસ્થાનથી વસુંધરા રાજે સિંધિયા, મધ્ય પ્રદેશથી શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રથી દેવેન્દ્ર ફડણવીસ, ગોવાથી મનોહર પર્રિકર અને છત્તીસગઢથી રમણસિંહ સહિતના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ‘વિકાસ’નો પ્રચાર-પ્રસાર કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં થયેલી રાજકીય ઉથલપાથલને પગલે વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ ભાજપના સંગઠન અને રૂપાણીની ટીમથી ખુબ નારાજ છે. એવામાં ફરી એકવાર મોદીએ પોતાનો ફેસ આગળ ધરીને ગુજરાત ભાજપની નૈયા પાર લગાવવા આગામી બે મહિનામાં રાજ્યમાં બે ડઝનથી વધારે સભાઓ ગજવવાની તૈયારી કરી લીધી છે.
ગાંધીનગર: વિકાસના મુદ્દે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા નીકળેલા ભાજપ માટે આ વખતે જ્ઞાતિવાદના કોયડાને ઉકેલવો અને આંતરિતક વિરોધને ખાળવો એ સૌથી મોટો પડકાર બની રહેશે. ત્યારે ફરી એકવાર ગઢ બચાવવા સ્ટાર પ્રચારક તરીકે પ્રધાનમંત્રી મોદી ખુદ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં મેદાને ઉતરશે. ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લઈને મોદીએ તેના માટે સ્પેશિયલ ટીમ પણ તૈયાર કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -