✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ગુડ લક બાપુ, પ્રશાંત કિશોર તમને તમારી બેઠક પર જીતાડે તોય ઘણું’, શંકરસિંહને તેમના ક્યા ખાસ માણસે જ માર્યો આ ટોણો? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Mar 2017 10:25 AM (IST)
1

જો કે તેમણે બાપુની ટ્વિટ અંગે કહ્યું છે કે, બાપુની સૂઝબૂઝ તેમના ઘોર વિરોધીઓ પણ માનપૂર્વક સ્વીકાર કરે છે. આવા મોટા નેતા જ્યારે ચૂંટણી જીતવા માટે પોતાના પક્ષની તાકાત પર આધાર રાખવાને બદલે પ્રશાંત કિશોર જેવા રણનીતિકાર પર આધાર રાખે તો એ ખૂબજ આઘાતજનક અને દુખદ બાબત છે.

2

ગાંધીનગર: કોંગ્રેસના ટોચના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રશાંત કિશોર ગુજરાતમાં કોંગ્રેસને જીતાડી શકે છે તેવી ટ્વીટ સામે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જોરદાર કટાક્ષ કરતી ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. ઠાકોરે લખ્યું છે કે, ગુડ લક બાપુ, પ્રશાંત કિશોર કમસેકમ તમારી બેઠક પર તમને જીતાડે તેવી આશા છે.

3

અલ્પેશ ઠાકોરે વાઘેલાને ટોણો મારતું રીટ્વિટ કરીને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. અલ્પેશ એક સમયે બાપુનો ખાસ માણસ ગણાતો હતો. 10 વર્ષ પહેલા કોંગ્રેસમાં જ્યારે અલ્પેશ ઠાકોર ભારે સક્રિય હતા ત્યારે બાપુના ખૂબ જ અંગત ગણાતા હતા અને વાઘેલાની ગાડીનું સ્ટિયરિંગ પણ અલ્પેશ ઠાકોરના હાથમાં રહેતું હતું.

4

બાપુએ લખ્યું કે, તેમની યોગ્ય રણનીતિ અને પ્રભાવી ચૂંટણી પ્રચાર પદ્ધતિના કારણે નીતિશ-લાલુએ બિહારમાં અને કોંગ્રેસને પંજાબમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. એ જ પ્રશાંત કિશોરના કારણે આગામી સમયમાં ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.

5

અલ્પેશ ઠાકોરે પોતાની ઓળખ બનાવવા માટે ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ઊભું કર્યું અને આજે આંદોલન દ્વારા સરકારને પડકાર ફેંકી રહ્યા છે. અલ્પેશે ટ્વિટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યારે હું કોંગ્રેસમાં હતો અને શંકરસિંહ વાઘેલાના અંગત વર્તુળમાં હતો તે વાત ખોટી નથી

6

ગુજરાતમાં પ્રશાંત કિશોરને વિધાનસભાની ચૂંટણીની કમાન સોંપાશે તેવી ચર્ચા વચ્ચે શંકરસિંહ વાઘેલાએ મંગળવારે મોડી રાત્રે ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું કે, મારી જાણકારી મુજબ 2012ની ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત માટે પ્રશાંત કિશોરે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

  • હોમ
  • ગાંધીનગર
  • ‘ગુડ લક બાપુ, પ્રશાંત કિશોર તમને તમારી બેઠક પર જીતાડે તોય ઘણું’, શંકરસિંહને તેમના ક્યા ખાસ માણસે જ માર્યો આ ટોણો? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.