રાજ્યસભાની ચાર બેઠકોની ટર્મ પુરી થવાની તૈયારીમાં, કોઇ એક મંત્રીનું પત્તુ કપાશે
હાલ ભાજપ માટે એક મોટી સમસ્યા ઉભી થઇ છે કે હવે રાજ્યસભામાંથી દિલ્હી કોણે મોકલવા. વળી બીજીબાજુ એવી ચર્ચા ચાલી રહી છે કે વિધાનસભાની ઇલેક્શન દરમિયાન ભાજપ હાઇકમાન્ડે પાટીદાર, અન્ય સમાજના કદાવર અગ્રણીઓને રાજ્યસભાની ટિકીટ આપવા વચન આપ્યુ છે, જેના કારણે સ્થિતિ અસમંસજ બની ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, અત્યારે રાજ્યસભાની આ ચાર બેઠકો પર કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા અને શંકર વેગડની સદસ્યતા ચાલું છે, પણ હવે વિધાનસભામાં સંખ્યાબળ ઘટતા રાજ્યસભામાં પણ બે બેઠકો ઘટી છે, પરિણામે ત્રણ કેન્દ્રીયમંત્રી પૈકી એકાદ મંત્રીએ રાજીનામુ આપવુ પડશે. જોકે શંકર વેગડની તો વિદાય લગભગ નક્કી જ માનવામાં આવે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ટર્મ પુરી થવાની તૈયારીમાં છે. ચાર બેઠકો માટે ભાજપમાંથી ત્રણ મંત્રી મેદાનમાં છે જેમાં કોણુ પત્તુ કપાશે તે હજુ નક્કી નથી. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો મળવાથી ચારમાંથી એક બેઠક માટે જોખમ ઉભુ થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -