શંકરસિંહ વાઘેલાને મોદી રાજ્યપાલ બનાવીને ક્યાં મોકલશે ? બાપુએ શું આપ્યો જવાબ ?
રાજ્યપાલપદની ઓફર થાય તો સ્વીકારશો કે નહીં, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાલમાં તો કાલ્પનિક વાત છે. તેથી તે અંગે કંઈ કહેવું બેમતલબ છે. શકંરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને પોતાનો જનવિકલ્પ મોરચો રચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે મીડિયા દ્વારા શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરાયો હતો. ટૂંક સમયમાં જ ઓરિસ્સા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલપદે નિયુક્ત થશો તે અંગે સવાલ પણ પૂછાયો હતો પણ બાપુએ જવાબ આપ્યો કે, આ અંગે મને કંઈ ખબરજ નથી. મારી સાથે આ મૂદ્દે કોઈએ પણ ચર્ચા કરી નથી તેથી હું કોઈ ટીપ્પણી ન કરી શકું.
રાવ ભાજપના વફાદાર છે તેથી તેમને ખસેડવામાં નહીં આવે એવુ મનાય છે. સૂત્રોના કહેવા મુજબ, રાવને મોદી સરકાર કશું નહીં કરે તે જોતાં વાઘેલાની મહારાષ્ટ્ર કરતા ઓરિસ્સામાં રાજ્યપાલ તરીકેની નિયુક્તિ થાય તેવી સંભાવના વધુ છે.
આ સ્થિતિમાં ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે હવે જેની નિયુક્ત થશે તે ચૂંટણીને ધ્યાનમા રાખીને થવાની છે. વાઘેલા આ સ્થિતિમાં અત્યંત યોગ્ય પસંદગી તરીકે જોવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત સી. વિદ્યાસાગર રાવનો કાર્યકાળ પૂરો થવાને હજુ એક વર્ષથી વધારે સમયની વાર છે.
ઓડિશાના રાજ્યપાલ એસ. સી. જમીરની નિવૃત્તિને હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ઓડિશા બીજુ જનતા દળ શાસિત રાજ્ય છે. તેની વિધાનસભાની ટર્મ એપ્રીલ 2019માં પૂરી થાય છે. જમીર કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલ હતા.
જો કે શંકરસિંહ વાઘેલાએ પોતાને આ વાતની કંઈ ખબર નથી તેવી સ્પષ્ટતા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલાને ઓડિશા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. વાઘેલા રાજ્યપાલ બનશે તો વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા રાજ્યપાલ હશે.
ગાંધીનગર: આનંદીબેન પટેલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં પછી હવે નરેન્દ્ર મોદી પોતાના વધુ એક જૂના સાથીને રાજ્યપાલ બનાવીને ઠેકાણે પાડે તેવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા પ્રમાણે કોંગ્રેસ છોડનારા શંકરસિંહ વાઘેલાને રાજ્યપાલ બનાવાઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -