ગુજરાત ભાજપના ક્યા ધારાસભ્ય ગેરલાયક ઠરવામાંથી બચી ગયા, ચૂંટણી અધિકારીએ ક્લીન ચીટ આપી શું કર્યો ખુલાસો?
આ બાબતે ચૂંટણી પંચ સમક્ષ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા દ્વારા ક્ષતી સુધારો કરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે વિવાદ થતાં ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી ખર્ચની ચકાસણી હાથ ધરતા જ હવે આ મામલે સ્પષ્ટતા રજુ કરી છે કે ચૂંટણી ખર્ચના કોલમ નંબર બદલાઈ જવાને લઈને ખર્ચનો આંકડો બદલાઈ જતાં અંતે સરવાલો ખોટો આવ્યો હતો અને આમ ઉમેદવારે ક્ષતી સર્જી હતી અને જેને લઈને આંકડો ખોટો આવ્યો હતો.
હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કરતાં 5 લાખ કરતાં વધુનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ ફંડ વાપરનારા ટોચના પાંચ ધારાસભ્યોમાં ચાર ભાજપના હતાં. જેમાં સૌ પહેલાં ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા આવે છે. જેમણે 33.78 લાખ રૂપિયા વાપર્યા હોવાનું સામે આવતાં તે ડિસક્વોલીફાઈડ થાય તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું.
જોકે રાજેન્દ્રસિંહે પોતાના ખર્ચની વિગતો ઓનલાઈન મુકવામાં ભુલ કરતાં એવું સામે આવ્યું હતું કે તેમણે ચૂંટણી પંચની મર્યાદા કરતાં વધુ ખર્ચ કર્યો છે. રાજેન્દ્રસિંહે ખર્ચની વિગતો માટે જે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું જેમાં કોલમ આધીપાછી થઈ જતાં ભૂલ થઈ ગઈ હતી.
સાબરકાંઠાના ચૂંટણી અધિકારી મુકેશ પરમારના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્રસિંહ ચાવડાએ નિયત મર્યાદામાં રહીને ચૂંટણી ખર્ચ કર્યો હતો. રાજેન્દ્રસિંહે ચૂંટણીમાં નિયત મર્યાદા કરતાં વધુ ખર્ચો કર્યો હોવાનું સામે આવતાં તેનું એકાઉન્ટીંગ કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે તેમને કુલ 22,38,900 લાખ રૂપિયા ખર્ચો હતો જેમાં તેમનો પોતાનો, પક્ષનો અને બીજી વ્યક્તિઓએ કરેલો ખર્ચ સામેલ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -