ગૃહરાજ્યમંત્રી પર ચંપલ ફેંકનાર યુવક કોણ છે? નીતિન પટેલ સાથેની ઓડિયો ક્લિપ થઇ હતી વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ગાંધીનગર વિધાનસભા બહાર પત્રકારોને સંબોધી રહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી પર ચંપલ ફેંકનારા યુવકની ઓળખ ગોપાલ ગોરધનભાઇ પટેલ (ઇટાલિયા) તરીકે થઇ છે. જોકે, સદનસીબે જૂતું પ્રદીપસિંહને વાગ્યુ નહોતું.
સૂત્રોના કહેવા પ્રમાણ, ગોપાલ હાલમાં ધંધુકા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે કામ કરે છે. ગોપાલે મીડિયાને જણાવ્યું કે, તે રાજ્ય સરકારમાં વ્યાપ ભ્રષ્ટાચાર, ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાની વાતથી નારાજ થઇને ચંપલ ફેંક્યું છે.
જોકે, તે વખતે ગોપાલે પોતાની ઓળખ માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ તરીકે આપી હતી. પોતાની ખોટી ઓળખ આપવા બદલ ગોપાલ વિરુદ્ધ કેસ થયો હતો. તે હાલમાં જામીન પર મુક્ત છે.
મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલે જણાવ્યું કે, તેણે સરકારના ભ્રષ્ટાચાર, દારૂબંધી, નોટબંધીથી ત્રાસીને ચંપલ ફેંક્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગોપાલે જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને દારૂબંધી મામલે ફોન કર્યો હતો. જેની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.
મળતી વિગતો અનુસાર, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિધાનસભા બહાર મીડિયા સેન્ટર પાસે પહોંચ્યા કે અચાનક એક યુવકે તેમના પર ચંપલ ફેંક્યુ હતું. જોકે, પ્રદીપસિંહ ત્યાંથી ખસી જતાં ચંપલ તેમના સુધી પહોંચ્યું નહોતું અને તેમનો બચાવ થયો હતો. ગોપાલ ફરીવાર હુમલો કરે તે અગાઉ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો અને પોલીસ વાનમાં લઇ જવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -