સુપ્રીમ કોર્ટે વાલીઓને સરકાર-સંચાલકોની દયા પર છોડી દેતાં વાલીઓમાં આક્રોશ, ફરી ઘર્ષણનાં એંધાણ
ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, સરકારે બનાવેલા કાયદાને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યો છે. જે શાળા સંચાલકોએ વધુ ફી લીધી હશે તેને વધારાની ફી પરત કરવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક તરફ જ્યાં વાલીઓ છેલ્લા કેટલાક મહિનાથી ફી મામલે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યાં છે. ફી મામલે યોગ્ય ઉકેલ ના આવતા લોકોમાં સંચાલકો તથા સરકાર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને સંચાલકો આ મામલે કેવી રીતે નિવેડો લાવે છે. આ કેસની આગામી સુનાવણી જૂલાઇ માસના બીજા સપ્તાહમાં હાથ ધરાશે.
સુપ્રીમના આદેશ બાદ આગામી સમયમાં એકવાર ફરી સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટે જે-તે સ્કૂલ વધારાની સુવિધાની ફી અને તેનો ઉપયોગ કઇ રીતે સ્કૂલના પાછળ ખર્ચે તે અંગે પણ સ્પષ્ટતા કરવા માટે કહ્યુ હતું.
અમદાવાદઃ ફી નિયમન બિલ મામલે સ્કૂલ સંચાલકો સામે લડી રહેલા ગુજરાતના વાલીઓને સુપ્રીમ કોર્ટ તરફથી નિરાશા સાંપડી છે. વાલીઓ સુપ્રીમ કોર્ટ તરફથી ફી નિયમન મામલે અંતિમ ચુકાદાની રાહ જોઇ રહ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે સરકાર અને સંચાલકોને એક સાથે બેસી ફી મામલે યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકાર અને સંચાલકોના માથે ફી નિયમનનો નિર્ણય કરવાનું છોડી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -