ગાંધીનગરઃ પ્રેમલગ્ન પછી હવસ ન સંતોષાતા યુવતીએ સગા મામાના દીકરા સાથે બાંધ્યા સંબંધ ને...
ગાંધીનગરના બોરીજમાં રહેતા વિપુલ પંડ્યા અને તનુ ઉર્ફે અસ્મા વચ્ચે પ્રેમ સબંધ બંધાતા અસ્મા 14 વર્ષની ઉંમરે જ વિપુલ પંડ્યા સાથે રહેવા આવી ગઇ હતી. બે વર્ષ પહેલા બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા જ અસ્મા એક દીકરીની માતા બની હતી. લગ્ન પછી બીજી દીકરીનો જન્મ થયો હતો. હાલ દીકરી 2 વર્ષની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ સગા મામાના દીકરાના પ્રેમમાં અંધ બનેલી યુવતીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવક સાથે યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પણ તેની જાતીય સુખની હવસ નહીં સંતોષાતા તેણે મામાના દીકરા સાથે અનૈતિક સંબંધ બાંધ્યા હતા અને આ જ સંબંધમાં પતિની હત્યા કરી નાંખી છે.
ગત 19 એપ્રિલે કરાઇ નર્મદા કેનાલ પાસેથી વર્ના કારમાંથી પોલીસને વિપુલની લાશ મળી હતી. બીજી તનુએ તેનો પતિ વિપુલ સિવિલમાંથી ગાયબ થઇ ગયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં વિપુલની તેની પત્નીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાદમાં સમીરે વિપુલની વર્ના કારની પાછળની સીટમાં વિપુલની લાશ મૂકી અને બંને જણા લાશને ઠેકાણે પાડવા નીકળી પડ્યા. ગાંધીનગરના રસ્તાઓથી અજાણ સમીરને રસ્તો બતાવવા તનુ સમીરનું પલ્સર બાઇક લઇને આગળ નીકળી હતી. તેણે પોતાની દિકરીને પણ સાથે લીધી હતી અને પછી વિપુલની લાશને ઠેકાણે પાડી દીધી હતી.
બંને જણા પ્રેમમાં એટલા ગળા ડૂબ બની ગયા હતા કે તેમને વિપુલ કામલીલામાં અવરોધરૂપ લાગતો હતો. આ કારણે તેમણે વિપુલનું કાસળ કાઢવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. ગત 18 એપ્રિલની રાતે તનુએ પોતાના પ્રેમી સમીરને સરખેજથી બોલાવ્યો હતો. વિપુલ સૂઈ ગયો હતો, ત્યારે જ તનુ અને સમીરે વિપુલને ઉંઘમાં જ ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની તેની દીકરી સાક્ષી બની હતી.
બોરીજમાં રહેતા વિપુલ પંડ્યા એસબીઆઇ બેંકમાં ખાનગી કાર ચલાવતો હતો. વિપુલે તનુ ઉર્ફે અસ્મા સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, સમય જતા અસ્માને પતિ તરફથી શારીરિક સુખ નહીં મળતાં મામાના દીકરા સમીર સાથે સંબંધ બંધાયા હતા. સમીર સરખેજમાં રહેતો હતો. બંને વિપુલની ગેરહાજરીમાં મળતા અને રંગરેલીયા મનાવતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -