ભરુચઃ શિક્ષિકાને મામાના દીકરા અને પછી અન્ય યુવક સાથે બંધાયા સેક્સસંબંધ, શું આવ્યો અંજામ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત 25મી ડિસેમ્બરે સવારે ફલેટમાંથી વાસ આવતાં રહીશોએ પોલીસને બોલાવી ત્યારે શિક્ષિકાનો ભડથું થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મેધનાબેન કોસમડી રોડ પર આવેલ રુદ્રાક્ષ રેસિડન્સીમાં એ.406 નંબરના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. પતિ ચિરાગ અને 6 વર્ષીય પુત્ર અંબાજી દર્શન કરવા ગયા હતાં. તે દરમિયાન મેધનાબેન ઘરે એકલા જ હતાં. આ પછી સવારે તેમનો મૃતદેહ મળ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે શિક્ષિકાની હત્યાના કેસમાં શિક્ષિકાના મામાના દીકરા અને યુવકની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, વિઝન ઇન્ટનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મેધનાબેન ચિરાગ ગાંધી(ઉ.વ.25)ની બેડરૂમમાં સુતેલી હાલતમાં સળગી જવાને કારણે રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. ઘટના બની ત્યારે તેમના પતિ 6 વર્ષીય પુત્ર સાથે અંબાજી દર્શન માટે ગયાં હતાં.
પોલીસની તપાસમાં આગ માત્ર બેડરૂમમાં જ લાગી હોવાનું જણાયું હતું. આગ લાગવાની જાણ નહીં થતાં તેઓ પથારીમાં જ સળગી ગયાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. બેડરૂમમાં શોટસર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હતું. જોકે, ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં આ અકસ્માત નહીં, પણ હત્યા હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વર: અંકલેશ્વર કોસમડી ખાતે રુદ્રાક્ષ રેસિડન્સીમાં રહેતા અને વિઝન ઇન્ટરનેશનલ સ્કુલના શિક્ષિકાના રહસ્યમય મોતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શિક્ષિકાની લગ્નેત્તર સંબંધમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. શિક્ષિકાને મામાના દીકરા અને અન્ય એક યુવક સાથે સેક્સસંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -