✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાપી: બર્થડે પાર્ટીમાં બે જુથ વચ્ચે થઈ બોલાચાલી, બદલો લેવા કર્યું આવું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jan 2018 10:10 AM (IST)
1

અચ્છારથી દોઢ કિમી પહોંચતા નિમેષ તન્નાએ તેની કારથી પ્રતીકની કારને ટક્કર મારી આગળ નીકળી ગયો હતો. જે બાદ પ્રતીક કારને રોકી નુકસાન જોવા માટે નીચે ઉતર્યો હતો. તે દરમિયાન નિમેષે ફરી કારને ટર્ન મારી પ્રતીકને ટક્કર મારી હતી. જેમાં પ્રતીકને પગના ભાગે ગંભીર ઇજા થતા તેના મિત્રો તેને રસ્તાની સાઇડ ઉપર લઇ જઇ રહ્યા હતા. તે જ સમયે નિમેષે બીજીવાર કારથી પ્રતીકને કચડવા આવતા તેના મિત્રો સાઇડ પર હટી ગયા હતા. પ્રતીક ઉપર કાર ચઢાવતા તેને ગંભીર હાલતમાં વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

2

મૃતકના મિત્ર પરમજીત સિંહે કહ્યું કે, પ્રતીકને પગમાં ઇજા થતા તેને રસ્તાની સાઇડમાં લઇ જતા હતા. તે દરમિયાન નિમેષ ફરીવાર કાર ટર્ન મારીને આવ્યો. બધા મિત્રો સાઇડ હટી ગયા તો મેં તેને બચાવવા માંગતો હતો પણ મને માથાના ભાગે ઇજા થતા ફેંકાઇ ગયો હતો.

3

4

વાપી ટાંકી ફળિયામાં રહેતા પ્રતીક ઉર્ફે નીમુ કાંતિલાલ પટેલ સોમવારે તેના મિત્રો સાથે ભીલાડ નજીક મહારાષ્ટ્રના અચ્છાડમાં આવેલા મેંગો રિસોર્ટમાં એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગયો હતો. જ્યાં પ્રતીક સાથે તેનો મિત્ર પરમજીત સિંહ અને પાર્ટીમાં આવેલા નિમેષ તન્ના વચ્ચે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

5

વાપી: વાપીના યુવાનો મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા બાદ ત્યાં બે જુથ વચ્ચે અંદરઅંદર બોલાચાલી થઇ હતી. જે બાદ વાપી પરત આવતી વખતે બદલો લેવા માટે એક યુવાને અન્યને કારથી કચડી નાખી ફરાર થઇ ગયો હતો.

  • હોમ
  • ગાંધીનગર
  • વાપી: બર્થડે પાર્ટીમાં બે જુથ વચ્ચે થઈ બોલાચાલી, બદલો લેવા કર્યું આવું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.