આવતી કાલે મોદી બનશે ગુજરાતના મહેમાન, જાણો કેટલા વાગે થશે આગમન અને શું હશે બે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ?
ગાંધીનગરઃ ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં પધારી રહ્યા છે. મોદી વાયબ્રન્ટ 2017નું ઉદ્ધાટન કરવા માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે પ્રથમ વખત વાયબ્રન્ટનું ઉદ્ઘાટન સવારને બદલે બપોરે રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી બીજી વખત ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીની ગુજરાતની આ 10મી મુલાકાત છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગળ વાંચો મોદીની બે દિવસની મુલાકાતનો આખો કાર્યક્રમ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App10 જાન્યુઆરી મંગળવારે સાંજે 5.30 કલાકે ફોર્ચ્યુન 500 કંપનીઓમાં સામેલ 30 કંપનીઓના સીઈઓ સાથે ગ્લોબલ સીઈઓ રાઉન્ડ ટેબલ બેઠક કરશે. ત્યાર બાદ રાત્રિ ભોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે લેશે. છેલ્લે તેઓ રાત્રે 10 વાગ્યે દિલ્હી જવા પરત ફરશે.
10 જાન્યુઆરી મંગળવારે સવારે 10 વાગ્યાથી વિવિધ દેશોના રાષ્ટ્રીય વડાઓ અને પ્રતિનિધિઓ સાથે વન ટૂ વન બેઠક કરશે. વિવિધ દેશોના રાષ્ટ્રીય વડાઓ અને પ્રતિનિધિઓ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હોવાથી તેમની સાથે વન ટૂ વન બેઠક કરશે. ત્યાર બાદ બપોરે 2 કલાકે 150 જેટલા વીવીઆઈપી સાથે ગાંધીનગરમાં ભોજન લેશે. બપોરે 3.30 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2017નું ઉદ્ઘાટન કરશે.
9 જાન્યુઆરીએ જ સોમવારે સાંજે મોદી 6 કલાકે ગાંધીનગર GIFT સિટી જશે. ગિફ્ટ સિટીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ઇન્ટરનેશનલ ટ્રેડ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ 9 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અમદાવાદના સાયન્સસિટીમાં નોબેલ પ્રાઇસ સંબંધિત પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. 9મી જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે ગાંધીનગરમાં કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી જાન્યુઆરીએ ગુજરાત આવી પહોંચશે. તેઓ 9મીએ સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. 9મી જાન્યુઆરીના રોજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે જ્યાં તેઓ સાંજે 4.0 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શીલાન્યાસ કરશે. ત્યાર બાંદ સાંજે 5 કલાકે મોદી ગ્લોબ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ડિફેન્સ, પાવર, ફાર્મા સેક્ટરનું એક્ઝિબિશન યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -