બાપુના ઇશારે કયા આઠ ટોચના નેતા કોંગ્રેસને કરશે રામ રામ? જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાતની રાજનીતિમાં અત્યાર સુઘીનો સુધીનો સૌથી મોટો ભૂકંપ આવવા જઈ રહ્યો છે. અને તેની એક્સલૂસિવ જાણકારી છે આપની ચેનલ એબીપી અસ્મિતા પાસે.. વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ આવે છેના સુત્ર સાથે તૈયારી કરી રહેલા કૉંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. એબીપી અસ્મિતા પાસે કૉંગ્રેસમાં હડકંપની એક્સલૂસિવ માહિતી છે.. કૉંગ્રેસ આવે છે કે, નહીં તેતો વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જ નક્કી કરશે પણ પ્રદેશ કૉંગ્રેસ તૂટવાનું છે તે નિશ્ચિત મનાઈ રહ્યો છે.. એબીપી અસ્મિતા પાસે જે માહિતી મળી રહી છે.. તે એ જ વાત તરફ ઈશારો કરે છે કે, પ્રદેશ કૉંગ્રેસ તૂટવાનો નક્કી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએબીપી અસ્મિતાના સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી પોતાના જ પક્ષથી નારાજ કૉંગ્રેસના જ વરીષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાના આશીર્વાદથી પ્રદેશ કૉંગ્રેસ તૂટી રહી છે. હવે સવાલ એ છે કે, શું બાપૂ કૉંગ્રેસ છોડશે..? સૂત્રોથી જે માહિતી મળી રહી છે તે મુજબ બાપૂ કૉંગ્રેસ છોડશે કે નહીં તે હજી નક્કી નથી. પણ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેંદ્રસિંહ વાઘેલા કૉંગ્રેસ છોડશે તે વાત નક્કી મનાઈ રહી છે.
બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, બોરસદના ધારાસભ્ય રાજેંદ્ર સિંહ પરમાર, ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર, જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેદ્રસિંહ જાડેજા કૉંગ્રેસનો હાથ છોડી શકે છે. કૉંગ્રેસમાં બળવો કરવાની તૈયારી કરી રહેલા આ તમામ ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાના જૂથના છે.
ખાસ વાત એ છે કે બાપુના આ પ્રવાસમાં પૂર્વ સાંસદોનું એક ડેલિગેશન પણ જોડાયું છે. શંકરસિંહ વાઘેલા મંગળવારની રાબેતા મુજબની પ્રેસ કૉંફ્રેસ પણ ટાળી હતી. બાપૂએ આજનો તેમનો બાયડનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો છે. શંકરસિંહ વાઘેલાના અચાનક વિદેશ પ્રવાસથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
વિપક્ષના નેતા અને કૉંગ્રેસથી નારાજ ગણાતા શંકરસિંહ વાઘેલા 5 દિવસ સુધી રાજકિય ગતીવિધીઓથી સદંતર દૂર રહેશે. એબીપી અસ્મિતાને શંકરસિંહ વાઘેલાના વીદેશ પ્રવાસની એક્સક્લૂઝીવ જાણકારી મળી છે. શંકરસિંહ વાઘેલા ગઈકાલે વાયા સિંગાપુરથી ચાઈનાના પ્રવાસે જવા રવાના થયા છે. બાપૂ સિંગાપુરમાં પાંચ દિવસ વિતાવશે.
હવે સવાલ એ છે કે, કૉંગ્રેસ છોડનારા નેતાઓ જશે ક્યાં એબીપી અસ્મિતા પાસેથી મળલે માહિતી પ્રમાણે આઠ ધારાસભ્યો સહિત 35 નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે.. 26 મેએ બાપૂ વિદેશ પ્રવાસથી પરત આવે ત્યાર બાદ ભાજપમાં જોડાવવાનો જે તખ્તો ઘડાયો છે તેને આખરી આપ આપવામાં આવશે.
ગુજરાતની રાજનીતિમાં અત્યાર સુધીનૌ સૌથી મોટો ધડાકો એબીપી અસ્મિતા કરવા જઈ રહ્યું છે. સૂત્રો તરફથી મળતી જાણકારી મૂજબ કૉંગ્રેસમાં જબરજસ્ત ભૂકંપના એંધાણ છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ જ કૉંગ્રેસના અડીખમ ધારાસભ્યો કોંગ્રેસને બાય બાય કહેવાના મૂડમાં છે..એવા જ કેટલાક મજબૂત ધારાસભ્યોની યાદી એબીપી અસ્મિતા તમારી સમક્ષ લાવવા જઈ રહી છે.
સૂત્રોના મુજબ કોંગ્રેસના જામનગરના ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ બળવો કરી ભાજપમાં જોડાઈ શકે છે...ગોધરાના ધારાસભ્ય સી.કે,રાઉલજી, સાવલીના ધારાસભ્ય ખુમાનસિંહ ચોહાણ, પ્રાતિંજના ધારાસભ્ય મહેંદ્ર સિંહ બારૈયા કૉંગ્રેસને હાથ જોડી ભાજપનો હાથ પકડી શકે છે..કૉંગ્રેસના નારાજ ગણાતા પક્ષના મોટા નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેંદ્ર સિંહ વાઘેલા પણ કૉંગ્રેસમાંથી બળવો કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -