✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકનો યુવતી સાથેનો બીજો કથિત વીડિયો કોણે ઉતાર્યો હોવાની છે આશંકા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Nov 2017 10:49 AM (IST)
1

બે યુવકો અને એક યુવતી સાથેનો કથિત વીડિયો વાયરલ થવા મુદ્દે એક અખબારે હાર્દિક સાથે વાતચીત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે જે હોઇ તે. તેણે કહ્યું હતું કે, માની લો કે હું ખોટો છું, પરંતુ મારો મુદ્દો સમાજને અનામત અપાવવાની લડાઈનો છે. તાકાત હોય તો સરકાર મારી સાથે આ મૂદ્દે લડે.

2

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલનો કહેવાતો યુવતી સાથે અંગતપળો માણતો વીડિયો અને પછી બે યુવકો અને એક યુવતી સાથે હાર્દિક હોય તેવો બીજો કથિત વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ત્રણ યુવકો સાથેના વીડિયોમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે અને ત્રીજી હાર્દિક સાથેની ત્રીજી વ્યક્તિએ વીડિયો ઉતાર્યાની આશંકા સેવાઇ રહી છે.

3

અખબાર સાથેની વાતચીતમાં હાર્દિકે પણ વિપુલએ વીડિયો ઉતારી શકે છે, તેવું કબૂલ્યું છે. તેણે અખબારના પ્રશ્નમાં જણાવ્યું છે કે, આવું થયું હોય તે શક્ય છે. હાર્દિકે એમ પણ જણાવ્યું હતું કે, ભાજપ એવા ભ્રમમાં છે કે, મારા ચારિત્ર્યને ખરાબ દેખાડવાથી પાટીદાર સમાજ અનામત આંદોલનથી ડાયવર્ટ થશે, પરંતુ સમાજના વડિલોથી લઈને યુવાનોના પ્રત્યાઘાતોથી સ્પષ્ટ થાય છે કે, આખો સમાજ મારી સાથે છે.

4

હાર્દિકે જણાવ્યું કે, મારી સાથે વ્યક્તિગત દુશ્મની હોય તો મને મારી નાખો, પરંતુ મારા સમાજ માટેના પ્રશ્નોને લઈને જે લડાઈ છે તે હું લડતો જ રહીશ. તાકાત હોય તો સરકાર મારી સામે આ મુદ્દે લડી બતાવે. સૂત્રો પ્રમાણે આ કથિત વીડિયોમાં હાર્દિક સાથે સુરતનો રહેવાસી વિપુલ મેંદપરા હોવાનું જણાઇ રહ્યું છે. તેમજ તેણે હાર્દિક સાથેની ઘણી વિગતો રેકોર્ડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • હોમ
  • ગાંધીનગર
  • હાર્દિકનો યુવતી સાથેનો બીજો કથિત વીડિયો કોણે ઉતાર્યો હોવાની છે આશંકા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.