'કાર્ડ છપાવીને ફરતા' કોંગ્રેસના નેતાઓને પરેશ ધાનાણીએ શું આપી ચીમકી? રાહુલનો ક્યો મેસેજ સંભળાવ્યો?
સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો સાથેના સંવાદનું આયોજન થયું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષમાં નિષ્ક્રીય થયેલા હોદ્દેદારો અને કાર્યકરોને આડેહાથે લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તમામ સ્થળે કોંગ્રેસની બેઠકમાં ટોચના આગેવાનોના સાથે મીટિંગ કરી હતી અને પક્ષમાં સક્રિય થઇને 2019ની લોકસભા ચૂંટણીમાં કામ કરવા અપીલ કરી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં જનસંપર્ક અભિયાન હેઠળ રાજ્યભરમાં પ્રવાસ કરી રહેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના કોંગ્રેસ હોદ્દેદારો પર કટાક્ષ કર્યો છે. કહ્યું કે, હવે બધાએ જવાબદારી સમજીને આગળ આવવું પડશે, નહીં પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે. ધાનાણીએ આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક મેસેજ કહ્યો હતો.
વિપક્ષ નેતા ધાનાણીએ કહ્યું કે, હું અખાત્રીજના દિવસે રાહુલ ગાંધીનો સંદશો લઇને આવ્યો છું. દુધમાં લીંબુ નાંખનારા સમજી લેજો. અમને વલોવી છાસ અને છાસમાંથી માખણ બનાવતા આવડે છે. કાર્ડ છપાવીને ફરતા નેતાઓને હાંકી કાઢવાના છે. કામ કરતાં કાર્યકરોને જ આગળ લાવવાના છે. ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સંકલન નથી માટે ચૂંટણી પાંખે સંગઠનમાં સંકલન કરવુ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -