મામેરું લઈને ટ્રેક્ટરમાં જતા પરિવારને અકસ્માત, એક જ પરિવારના દસના મોતથી માતમ
રસ્તો ખરાબ હોવાથી ટ્રેક્ટર ચાલકે રોંગ સાઈડમાં વાહન હંકારતા સામેણી લક્ઝરી બસ નં. જીજે ૧૮ ટી ૮૩૫૯ સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ખતરનાક હતો કે ટ્રેકટરમાં સવાર નવ લોકોનો તો સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા હતા. બાકીના ૧૧ લોકોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના દુધઈ રોડ પર યુરો કંપની સામે રવિવારે સવારે ૯.૪૫ વાગ્યે આ બનાવ બન્યો હતો. ટ્રેકટરમાં શિકરાનો પટેલ પરિવાર સવારે વિજપાસર જવા રવાના થયો હતો. વિજપાસરમાં તેઓના નણંદ નવલબેન અંબાવીના પુત્રી અને બે પુત્રોના અખાત્રીજના લગ્ન હોઈ ત્યાં મામેરું લઈને જઈ રહ્યા હતા.
ભચાઉઃ કચ્છના ભચાઉ નજીક શિકરા ગામે એક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતાં દસ લોકોના મોત થયા હતા. જ્યારે શિકરાનો પટેલ પરિવાર ભાણા અને ભાણીના લગ્નનું મામેરું લઈ ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને વીજપાસર જઈ રહ્યો હતો ત્યારે કુંભારડી તરફથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી.
વિશાલ રમેશ અનાવાડીયા (ઉ.વ૨૦), નાનજીભાઈ સવજીભાઈ અનાવાડીયા (ઉ.વ.૯૦, તમામ શિકરા) તથા જિજ્ઞાબેન ઈશ્વરભાઈ ભુટક (ઉ.વ.૨૫, વિજપાસર)નું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે મૃતક નાનજીભાઈ પોતે, તેની ચાર પુત્ર વધુ અને એક પ્રૌત્રનું એક સાથે અકસ્માતમાં મોત થયું હતું. મૃતકમોમાં દયાબેન મુળજી અને કિશોર મુળજી માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે.
મૃતકમાં નાનજી સવજીભાઈ અનાવાડીયા (ઉ.વ.૯૦, શિકરા)નો પરિવાર ભોગ બન્યો હતો. કંકુબેન ભીમાભાઈ અનાવાડીયા (ઉ.વ.૬૦), પમીબેન નરસિંહભાઈ અનાવાડીયા (ઉ.વ.૫૫),દયાબેન મુળજી અનાવાડીયા (ઉ.વ.૩૫),માનાબેન રતાભાઈ અનાવાડીયા (ઉ.વ.૫૦,શિકરા), નિશાબેન પેથા અનાવાડીયા (ઉ.વ.૧૭),રામાબેન માદેવા અનાવાડીયા (ઉ.વ.૬૦),કિશોર મુળજી અનાવાડીયા(ઉ.વ.૧૦)
સ્થળ પર નવ લોકોની લાશ અને ઘાયલોને લોહીલુહાણ હાલતમાં જોઈ વાહન ચાલકો, પોલીસ સહિતનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. એક બાજુ ઘાયલ બાળકોની ચીચીયારી અને મહિલાઓના આક્રંદ સાથેના રૃદને અરેરાટી ઉભી કરી હતી. પોલીસે જેસીબી બોલાવી ટ્રેક્ટર અને બસને સાઈડમાં કરી ટ્રાફિક થાળે પાડયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -