Royal Marriage: કચ્છમાં MLAના પુત્ર સહિત 114 કન્યાઓ લગ્નગ્રંથીથી જોડાશે
આજે શાહી વરઘોડો નીકળશે. જેમાં હાથી ઘોડા તેમજ 114 સ્કોર્પિયો કારમાં શાહી અંદાજમાં વરઘોડો નીકળશે. આ સમૂહલગ્ન લોકો માટે યાદગાર બની જશે.
પરંતુ તેની સાથે સમાજની 114 કન્યાઓ પણ લગ્નગ્રંથીએ જોડાશે. જેનો તમામ ખર્ચ ધારાસભ્ય જાતે ઉઠાવશે અને કન્યાદાન પણ કરશે. વિવિધ કાર્યક્રમોની સાથે મુખ્યમંત્રી લગ્નોત્સવમાં હાજરી આપી હતી.
સામાન્ય રીતે પોતાના દીકરા દીકરીના શાહી લગ્ન કરતા હોય છે. ત્યારે માંડવી ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા દ્વારા તેમના પુત્ર જયદીપ સિંહ જાડેજા ભત્રીજી પૂજાબા લગ્ન સાથે 114 યુવક યુવતીના રજવાડી અંદાજ શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. રજવાડી થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
ભવ્ય રજવાડી ગેટ સહિત ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક શાહી સમૂહલગ્નમાં 50,000 જેટલા મહેમાનો હાજરી આપશે. શાહી લગ્નમાં નવદંપતી આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, મોરારી બાપુ, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અને અનેક ધારાસભ્ય-સાંસદ સહિતના મહાનુભાવો હાજરી આપશે.
ભુજ: રાજકીય નેતાઓના પુત્રના લગ્ન આમતો જાકજમાળ અને ખર્ચાના કારણે ચર્ચામાં હોય છે. પરંતુ કચ્છના માંડવીના ધારાસભ્ય અને કચ્છ રાજપુત સમાજના પ્રમુખ એવા વિરેન્દ્રસિંહના પુત્રના લગ્ન અલગ રીતે ચર્ચામાં હશે. 24થી 26 તારીખ સુધી આયોજિત આ લગ્નમાં ધારાસભ્યના પુત્ર-ભત્રીજી તો લગ્નના તાંતણે બંધાશે.