જામનગર પાસેના કલ્યાણપુરમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ, મંદિર પણ ડૂબી ગયાં, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બીજા દિવસે પણ ધમાકેદાર બેટિંગ કરી છે. કલ્યાણપુરમાં 24 કલાબમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે લાલપુર, ખંભાળિયા, ભાણવડમાં 8 ઇંચ સુધી વરસાદ ધતાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી ઈ છે. મોટી ખાવડીમાં રિલાયન્સમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે એસટીની અનેક ટ્રીપો કેન્સલ કરવાની ફરજ પડી હતી.
ભારે વરસાદને કારણે અમરેલીમાં STની 473 ટ્રીપ રદ કરવામાં આવી હતી. જ્યારે ઘેડ પંથકનાં અનેક ગામોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાકને નુકસાન થયાના અહેવાલ છે. ઉપરાંત ઉપલેટાનો મોજ અને વેણુ ડેમ ઓવરફ્લો થયો હતો.
આંકડાની વાત કરીએ કલ્યાણપુરમાં 12 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ, ભાણવડમાં 7 ઈંચ, કોરીનારમાં 6 ઈંચ અને તાલાલામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લાની ઘણી નદીઓમાં પૂર આવ્યા છે તો અનેક ડેમોમાં નવા પાણીની આવક થતાં એલર્ટ પણ મૂકાયા છે. જામનગર નજીક કાનાલુસ પાસે રેલવે ટ્રેકમાં પડેલું ભંગાણ હજુ રિપેર ન થતાં રેલ વ્યવહાર ખોરવાયેલો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -