Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્ય સરકારે ક્યા ફિક્સ પગારદારોના પગારમાં કર્યો જંગી વધારો? જાણો વિગત
આ જ રીતે વિદ્યુત સહાયક જુનીયર આસીસ્ટન્ટ અને પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-1ના કર્મચારીઓનો ગત ઓકટોબર માસમાં પ્રથમ વર્ષનો પગાર માસિક રૂપિયા10,000 હતો તે વધીને રૂપિયા 13,500 થયો હતો. બીજા વર્ષનો પગાર માસિક રૂપિયા 11,500 વધીને રૂપિયા 15,000 જ્યારે તૃતીય વર્ષનો પગાર માસિક રૂપિયા 13,000 વધીને રૂપિયા 16,500 કરાયો હતો જેમાં નવ માસના ટુંકા ગાળામાં વધારો કરીને ત્રણેય વર્ષનો માસિક પગાર અનુક્રમે રૂ. 17,500, રૂપિયા 19,500 અને રૂપિયા 20,500 કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: ગુજરાત સરકારે વીજ ક્ષેત્રમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના વિદ્યુત સહાયકોના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ઊર્જાપ્રધાન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કર્મચારીઓના આર્થિક હિતોને ધ્યનમાં લેતા સરકાર દ્વારા વિદ્યુત સહાયકોના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
જેમાં વિદ્યુત સહાયક ઈલેકટ્રીક આસીસ્ટન્ટ-હેલ્પર સંવર્ગના મંજૂર થયેલા પ્રથમ વર્ષના માસિક રૂપિયા 9,000ના પગારમાં રાજ્ય સરકારે ગત ઓક્ટોબર માસમાં વધારો કરી રૂપિયા.11,500 કરેલો જે હવે વધારીને રૂપિયા. 14,000 કરવામાં આવ્યો છે.
જ્યારે બીજા વર્ષનો માસિક રૂ. 10,500નો પગાર વધારીને રૂપિયા. 13,000 કરાયો હતો તે હવે રૂપિયા 15,500 થશે. જ્યારે તૃતીય વર્ષનો માસિક રૂપિયા. 12,000 નો પગાર ગત ઓકટોબર માસમાં વધીને રૂપિયા. 14,500 થયેલો તે હવે વધીને રૂપિયા.17,000 થશે.
રાજ્યમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. અને તેની સંલગ્ન કંપનીઓમાં સાત હજારથી વધુ વિદ્યુત સહાયકો જેવા કે ઈલેકટ્રીક આસીસ્ટન્ટ-હેલ્પર, જુનીયર આસીસ્ટન્ટ, પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-1 અને જુનીયર ઈજનેર એમ ચાર સંવર્ગમાં ફિક્સ પગારથી કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓના આર્થિક હિતને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ વિદ્યુત સહાયકોના વેતનમાં માસિક રૂપિયા 2500 થી લઈ રૂપિયા 10,450 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -