અમરેલી: સાયન્સના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, સુસાઈટ નોટમાં શું લખ્યું?
સુનિલ કાતરિયાએ આત્મહત્યા પહેલા એક સુસાઈટ નોટ લખી હતી. આ સુસાઈટ નોટ 7/7/2017ના રોજ લખવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે મને કોઈ શોધવાનો પ્રયત્ન કરતા નહીં અને મારા મોત બાદ કોઈ રડતાં નહીં. આ પગલું ભરવા બદલા સુનિલે માતા-પિતા અને ભાઈ-બહેનની માફી માંગી હતી. સુનિલે સુસાઈટ કેમ કરી આ અંગે પોલીસ હજુ તપાસ કરી છે.
સુનિલ ગૂમ નહતો થયો પરંતુ ગુરુકુલ પાસે આવેલ એક કુવામાં આત્મહત્યા કરી લીધી હતી જેનો મૃતદેહ મળી આવ્યો હતો. કુવાના આસપાસના લોકો જોતાં પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે આવીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
રાજુલાના કોટડી ગામનો સુનિલ કાતરિયા અમરેલીના તરવડા ગુરુકુળમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. સુનિલને છેલ્લા કેટલાય દિવસથી હતાશ જોવા મળતો હતો. બે દિવસ પહેલા સુનિલ ગુરુકુળમાંથી ગૂમ થયો હતો જેની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
અમરેલી: અમરેલીમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીએ કૂવામાં પડીને આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે લોકોને જાણ થતાં જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.