સુરતમાં ભાજપે 12 બેઠકો માટે બનાવી 3-3 દાવેદારોની પેનલ, જાણો કોના છે નામ, ક્યાં 5 MLAsનાં કપાશે પત્તાં?
ભાજપની આ પેનલમાં નાનુ વાનાણી (કતારગામ), નરોત્તમ પટેલ (ઉધના), જનક કાછલિયા (કારંજ), પ્રફુલ્લ પાનશેરીયા (કામરેજ) અને રણજીત ગિલિટવાલા (સુરત-પૂર્વ) એ ચાર વર્તમાન ધારાસભ્યોનાં નામ નથી તે જોતાં તેમનાં પત્તાં કપાશે કે કેમ એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓલપાડમાંથી મુકેશ પટેલ, યોગેશ પટેલ અને અનિમેષ માળીના નામની ભાજપ ટીકિટ આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ભાજપ કતારગામમાં જગદીશ પટેલ, લલિત વેકરીયા અને વિનુ મોરડીયાને ટીકિટ આપે તેવી સંભાવના છે.
સુરત પશ્ચિમ સીટ પરથી પૂર્ણેશ મોદી, હેમાલી બોગાવાલા, મુકેશ દલાલને ભાજપ ટીકિટ આપે તેવી સંભાવના છે.
મજૂરા સીટ પરથી હર્ષ સંઘવી, રાજેશ દેસાઈ અને કલ્પના અટોદરિયાને ભાજપ ચૂંટણી લડાવી શકે છે.
ચોર્યાસી સીટર પરથી ઝંખના પટેલ, અજય ચૌધરી અને ગિરજાશંકર મિશ્રાને ભાજપ ટીકિટ આપશે કે કેમ તે જોવાનું રહ્યું.
લિંબાયત સીટ પરથી સંગીતા પાટીલ, જિગ્નેશ પાટીલ અને છોટુ પાટીલને ભાજપ ટીકિટ આપે તેવી સંભાવના છે.
ઉધના સીટ પરથી વિવેક પટેલ, હસમુખ પટેલ અને મનુ ફોગવાના નામની ચર્ચાઓ ચાલી રહી છે.
સુરત પૂર્વની સીટ પરથી નીતિન ભજીયાવાલા, અરવિંદ રાણા, અને શંકર ચેવલીના નામની ચર્ચાઓ ચાલી રહી છે.
સુરત ઉત્તર પરથી ધીરુ સવાણી, કાંતિ બલર અને અજય ચોક્સીના નામની ચર્ચાઓ ચાલી રહી છે.
કંરજ સીટ પરથી ભીમજી પટેલ, કાંતિ ભંડેરી અને રાજેશ જોળીયાના નામની નક્કી કરવામાં આવ્યા છે.
વરાછા સીટ પરથી કુમાર કાનાણી, આરકે લાઠીયા, કે.કે.રાખોલીયાના નામની ચર્ચા ચાલી રહી છે.
કામરેજમાંથી દર્શિણી કોઠીયા, વી.ડી.ઝાલાવડીયા, જગુભાઈ પટેલના નામની ચર્ચા છે.
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સુરતની બાર બેઠકો માટે ભાજપના ઉમેદવારોની પસંદગી માટે પેનલ બનાવવામાં આવી છે. ભાજપનાં સંભવિત ઉમેદવારોની પેનલ પર હવે મોવડી મંડળ વધુ ચર્ચા વિચારણા કરી નિર્ણય કરશે. કેટલાંક ધારાસભ્યોનાં રિપોર્ટ કાર્ડને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ભાજપનાં વર્તુળોનાં જણાવ્યા પ્રમાણે સુરતની 12 બેઠક પરનાં દાવેદારોને શોર્ટ લિસ્ટેડ કરી મોવડીઓને મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -