ગુજરાતના ગામમાં મહિલાએ આપ્યો 17મી દીકરીને જન્મ, જાણો કેમ છે આટલી બધી દીકરીઓ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના થોડી સાંભળવામાં અજીબ લાગે એવી છે. પરંતુ આ હકીકત છે. ગરબાડા તાલુકાના ઝરી ખરેળી ગામનાં ગામતળ ફળીયામાં રહેતા 37 વર્ષના રામચંદ સંગોડ તથા 35 વર્ષની કનુબેનને લગ્ન જીવનમાં એક પછી એક એમ કુલ 14 દિકરીઓના જન્મ બાદ 15મી વખતે દિકરાનો જન્મ થયો હતો. આ 14 દિકરીઓ પૈકી બે બાળપણમાં જ મૃત્યુ પામતા ભવિષ્યમાં દિકરાને કંઇ થાય તો અન્ય એક પુત્ર જોઇએ તેવો ઇરાદો હોવાથી ઓગષ્ટ-2015માં આ કનુબહેને 16મી સંતાન તરીકે દિકરીને જન્મ આપ્યો હતો.
ગરબાડા: આજકાલ લોકો એક પારણા માટે પથ્થર તેટલા દેવ કરતા હોય છે. જ્યારે બીજી બાજુ એક પુત્રની પ્રાપ્તિ માટે લોકો ગમે તે હદે જતા હોય છે, ત્યારે ગરબાડા તાલુકાના ઝરી ખરેળી ગામના દંપતીએ પણ પુત્રની આશમાં 17મી વખત પારણુ બંધાયું છે. પરંતુ કમનસીબે તેમની ઈચ્છા પુરી થઈ નહોતી અને 17મી વખત પણ દંપતિને ત્યાં દિકરીનો જન્મ થયો હતો. હાલમાં આ દંપતીને ઘરમાં 14 દિકરીઓ તથા 1 દિકરો હયાત છે. જ્યારે બે દિકરીઓ બાળપણમાં જ મૃત્યુ પામી હતી. 17મા સંતાનને જન્મ આપનાર માતા ગણતરીના દિવસોમાં જ ખેતીકામમાં જોડાઈ ગઈ હતી.
તેમ છતાં આ દંપતીની દિકરાની આશ ભગવાને માની નહોતી અને કનુબહેને 10 દિવસ પહેલા જ 17મી દિકરીને જન્મ આપ્યો છે. હાલમાં કનુબેનની 14 દિકરીઓ પૈકી બેના લગ્ન થઇ ગયા છે. બન્નેને ત્યાં એક- એક સંતાન છે. જ્યારે બે દિકરીઓ ત્રીજા ધોરણમાં અને 2 ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ તમામને અભ્યાસ નથી કરાવી શકતા. બીજી તરફ દિકરીને જન્મ આપ્યાના ગણતરીના દિવસોમાં જ કનુબેન ખેતી કામમાં જોડાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -