બેંક કર્મચારીઓને 2017માં બખ્ખાં, કુલ 19 રજા, જાણો કેટલા દિવસ મળશે ડબલ રજાની મજા
૧૪-૦૧-ર૦૧૭-શનિવાર (મકરસક્રાંતિ), ર૬-૦૧-ર૦૧૭-ગુરૂવાર (પ્રજાસત્તાકદિન), ર૪-૦ર-ર૦૧૭-શુક્રવાર (મહાશિવરાત્રી), ૧૩-૦૩-ર૦૧૭-સોમવાર (હોળી બીજો દિવસ-ધુળેટી), ૦પ-૦૪-ર૦૧૭-બુધવાર (શ્રી રામનવમી), ૧૪-૦૪-ર૦૧૭-શુક્રવાર (ડો. આંબેડકર જયંતિ), ર૬-૦૬-ર૦૧૭-સોમવાર (રમઝાન ઇદ), ૦૭-૦૮-ર૦૧૭-સોમવાર (રક્ષાબંધન), ૧૪-૦૮-ર૦૧૭-સોમવાર (જન્માષ્ટમી), ૧પ-૦૮-ર૦૧૭-મંગળવાર (સ્વાતંત્ર્ય દિન), રપ-૦૮-ર૦૧૭-શુક્રવાર (સંવત્સરી/ ગણેશ ચતુર્થી), ૦ર-૦૯-ર૦૧૭-શનિવાર (બકરી ઇદ), ૩૦-૦૯-ર૦૧૭-શનિવાર (દશેરા), ૦ર-૧૦-ર૦૧૭-સોમવાર (મહાત્મા ગાંધી જયંતિ), ૧૯-૧૦-ર૦૧૭-ગુરૂવાર (દિવાળી), ર૦-૧૦-ર૦૧૭-શુક્રવાર (નૂતન વર્ષ દિન), ર૧-૧૦-ર૦૧૭-શનિવાર (ભાઇબીજ), ૦ર-૧ર-ર૦૧૭-શનિવાર (ઇદ-એ-મિલાદ), રપ-૧ર-ર૦૧૭-સોમવાર (નાતાલ).
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2017માં જન્માષ્ટમીનો આનંદ વધારે અનેરો થઈ શકે છે. કારણે વર્ષ 2017માં 14 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી આવે છે જ્યારે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસની રજા હોવાથી. શનિવારે રજા મળતી હોય તેના માટે સળંગ ચાર દિવસની રજા મળે તેમ છે. આમ જન્માષ્ટમીમાં ચાર દિવસનું મીની વેકેશન માળવા મળશે. આગળ વાંચો વર્ષ 2017ની રજાની યાદી.
નવા વર્ષમાં રજાઓની વણઝાર આવી રહી છે. વર્ષ 2017માં 6 રજા એવી છે જે સોમવારે આવે છે જેના કારણે સરકારી કર્મચારી વર્ગને જેને દર શનિવારે રજા મળે છે તેને વર્ષ 2017માં 6 વિકએન્ડ એવા મળશે જ્યારે તેઓ ત્રણ દિવસના મિની વેકેશન પર બહાર ફરવા જઈ શકે છે. ઉપરાંત ચાર રજા એવી છે જે શુક્રવારે આવતી હોય શનીવારે જે કર્મચારીઓને રજા મળે છે તેઓ ચાર વખત ત્રણ-ત્રણ દિવસનું મીની વેકેશન માણી શકશે.
વર્ષ 2017માં રજાની યાદી જોઈએ તો આ વખતે સૌથી વધારે સોમવારે 6 રજા આવી રહી છે. જ્યારે શનિવારે 5 રજા આવી રહી છે. જ્યારે ચાર રજા એવી છે જે શુક્રવારના રોજ આવી રહી છે. જેમાં ઓગસ્ટ અને ઓક્ટોબરમાં ચાર-ચાર રજા મળી રહી છે.
2017નું નવુ વર્ષ કર્મચારી વર્ગને રજાઓના મામલામાં જલ્સો કરાવી દેશે. કારણ કે આ વખતે એક પણ રજા રવિવારના દિવસે આવતી નથી. જેને કારણે આ વખતે રવિવાર ઉપરાંત તમામ રજાની મજા માણી શકાશે. રવિવારે આવતી રજાને કારણે કર્મચારી વર્ગને એટલી રજાનું નુકસાન થતું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -