ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામઃ વડોદરા-ભાવનગરમાં વિજય સરઘસ પર પથ્થરમારો
વડોદરા સાવલીના ખોખર ગામે વિજેતા સરપંચના વિજય સરઘસ પર હારેલા ઉમેદવારના ટેકેદારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 5થી વધુ લોકોને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ 4 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 1129 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પરિણામો જાહેર થતાં જ હારેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા વિજય સરઘસ પર પથ્થરમારાની ઘટના બની હતી.
જેમાં એક દિવ્યાંગ વ્યક્તિને પણ ઢોરમાર મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. હાલ આ વ્યક્તિને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જયારે બીજા બનાવમાં ભાવનગર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને લઈ પાલીતાણાના રાજસ્થળી ગામે એક વ્યક્તિ પર ત્રણ જેટલા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. રાજસ્થળી ગામમાં કોંગ્રેસ પ્રેરિત પેનલની હાર થતાં સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -