ગ્રામ પંચાયત ચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ શું કર્યો દાવો, જાણો વિગત
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, 2015માં કોંગ્રેસે 23 જેટલી જીલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયત પર વિજય મેળવ્યો હતો. તેમજ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પણ અમે મોટાભાગની ગ્રામ્ય બેઠકો પર કબજો મેળવ્યો છે. આ હારના કારણે ભાજપ હવે ખેડૂતો વિરુદ્ધ કિન્નાખોરી રાખી રહ્યું છે અને તેમની કનડગત કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ 1,127 પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પોતાના સમર્થિત ઉમેદવારને વધુ વોટ મળ્યાં હોવાનો દાવો કરી રહ્યા છે. રાજ્યમાં 1,423 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકી 1,127માં ચૂંટણી યોજાઈ હતી જ્યારે બાકીની પંચાયતો સમરસ જાહેર થઈ હતી. જેમાં મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, ગુજરાતના ગામડાંઓએ કોંગ્રેસનો વિભાજનકારી પ્રોપેગેન્ડાને નકારી કાઢ્યો છે. તેમજ સમરસ પંચાયતોમાં પણ ભાજપ તરફી ઉમેદવારો આગળ રહ્યા છે. ગાંધીનગર ખાતે સરપંચના સન્માન કાર્યક્રમ અંગે તેમણે કહ્યું કે, આવો કોઈ કાર્યક્રમ યોજવાનો પ્લાન હતો જ નહીં. હું પોતે પણ ગાંધીનગરમાં હાજર નહોતો.
બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની 70% પંચાયતમાં કોંગ્રેસનું સમર્થન ધરાવતા સરપંચ ચૂંટાઈ આવ્યા છે. ખેડૂતો અને ગામ્ય જનતાએ ફરી એકવાર ભાજપની ખેડૂત વિરોધી અને ગામડાં વિરોધી નીતિઓનો જડબાતોડ જવાબ આપ્યો છે.
ગ્રામ પંચાચતની ચૂંટણી કોઈ પાર્ટીની સિમ્બોલ સાથે લડવામાં આવતી નથી જેથી રાજ્ય ચૂંટણી પંચ પક્ષ આધારીત રિઝલ્ટ ડિક્લેર કરશે નહીં. ભાજપે મંગળવારે નવા ચૂંટાયેલા સરપંચ માટે સન્માન સમારોહ યોજવાની જાહેરાત કરી હતી પરંતુ કોઈ સરપંચ અથવા પક્ષના કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટર ન આવતા સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -