ભાવનગરઃ આ ડ્રાઇવરે ટ્રકને બ્રિજ પરથી નીચે ઠોકતાં ગયા 35 લોકોના જીવ, ડ્રાઇવર ઝડપાયો
જાન બોટાદના ટાટમ ખાતે જવા રવાના થઈ ત્યારે ટ્રકના બોનેટ પર નીતિનનો કૌટુંબિક ભાઈ બેઠકો હતો. તેમના કહેવા પ્રમાણે ટ્રક ઓવરેટક કરવા જતાં નીતિને કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક બ્રિજ પરથી નીચે નાળામાં ખાબક્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરઃ ગત છ માર્ચે સવારે ભાવનગર-રાજકોટ હાઈ-વે પર રંઘોળા નજીક જાન લઈને જતો ટ્રક બ્રિજ પરથી નીચે ખાબકતાં 35 લોકોના મોત થતાં કમકમાટી મચી ગઈ હતી. આ અકસ્માત માટે ટ્રકના ડ્રાઇવરને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. અકસ્માત પછી ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. જેને આજે પોલીસે ઝડપી પાડ્યો છે.
આજે મહુવા ડીવાઇએસપી સ્ક્વોર્ડે બાતમીને આધારે ટ્રક ડ્રાઇવર નીતિન વાઘેલાને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, નીતિન વાઘેલા વરરાજાના કૌટુંબિક કાકા થાય છે. તે ટ્રક જાનમાં લઈ જવાની હોવાથી નેસડા ગામેથી ડિઝલ પૂરાવીને આવ્યા હતા.
ટ્રક નીચે ખાબકતાં તે અને નીતિન કૂદી જતાં તેઓ બચી ગયા હતા. ટ્રક ડ્રાઇવર નીતિન દુર્ઘટના પછી ડરી જતાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ટ્રક ડ્રાઇવરે દારૂ પીધો હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું હતું. જોકે, હજુ સુધી અકસ્માતનું સાચું કારણ સામે આવ્યું નથી. હવે ડ્રાઇવરની પૂછપરછ પછી વધુ વિગત સામે આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -