ગુજરાતના ક્યા આદિવાસીઓને STના લાભ બંધ કરવાની હિલચાલ હોવાના છે અહેવાલ? ક્યાં શરૂ થયું આંદોલન?
છોટા ઉદેપુર જીલ્લા બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી જ આદિવાસીઓ રોડ પર ઉતરી આવ્યા હતા. અને પાવી જેતપુર ખાતે શાક માર્કેટ બંધ કરાવીને રસ્તા રોકો આંદોલન કર્યુ હતુ. છોટાઉદેપુર, જોજ, તેજગઢ, છોટાઉદેપુર, સંખેડા, નસવાડી, બોડેલી અને નસવાડીમાં બંધની અસર જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાઠવા સમાજને અનુસૂચિત જનજાતિમાંથી કાઢવાનો પ્રયાસના વિરોધમાં જૈન ધર્મ અંગીકાર કરી સમગ્ર દેશમાં વિહાર કરનાર ગણીવર્ય રાજેન્દ્રમુની સહિતના લોકોએ આંદોલન શરૂ કરેલુ છે. આ આંદોલન ધીરે-ધીરે આગળ વધી રહ્યુ છે. જેના ભાગરૂપે આદિવાસીઓએ છોટાઉદેપુર બંધનું એલાન આપ્યુ છે.
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓ રાઠવા સમાજને અનુસુચિત જનજાતિમાંથી કાઢવાના પ્રયાસના વિરોધમાં બંધનું એલાન આપ્યુ છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. આ બંધમાં શાકમાર્કેટ અને દુકાનો બંધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ વાહનોને પણ રોકવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -