35 વર્ષના હવસખોરે 6 વર્ષની બાળકી સાથે એકાંતમાં ના કરવાનું કર્યું, ગ્રામજનોએ કરી ધોલાઈ
વીંછિયા એ.એસ.આઇ. હમીરભાઇ ખીમસુરીયાના જણાવ્યા મુજબ ભરત ઉર્ફે મહાણીયો અગાઉ અનેકવાર ચોરી અને દારૂના ગુન્હામાં ઝડપાઇ ચુક્યો છે. કોટડાના ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 20 દિવસ પહેલા આ હવસખોર આરોપીએ દેવધરી ગામની 10-12 વર્ષની તરૂણીને પણ આવી જ રીતે ઉપાડી જઇ અડપલાંઓ કર્યા હતા. પરંતુ તે સમયે પણ તે દેવધરી ગામના લોકોના હાથમાં પકડાઇ ગયો હતો અને ગ્રામજનોએ તેને ત્યારે પણ સારો એવો મેથીપાક ચખાડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ આ અંગેની જાણ થતાં ગ્રામજનોને થતાં લોકો ભેગા થયા હતાં અને આવું હિન કૃત્ય કરનાર ભરતને ઓળખી ગયેલા ગ્રામજનો તેના ગામ જનડા જઇ તેના ઘરેથી પકડી કોટડા ગામે લાવી બાળકીની પૃચ્છા કરતા માસુમ બાળાએ હવસખોર ભરતને ઓળખી બતાવતા ગ્રામજનોએ સારી પેઠે માર માર્યો હતો. બાદમાં વીંછિયા પોલીસ મથકે લાવી પોલીસને સોંપી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વીંછિયા પી.એસ.આઇ. વિ.જે.રાઠોડ અને એ.એસ.આઇ. હમીરભાઇ ખીમસુરીયાએ હવસખોર ભરત વિરુદ્ધ પોસ્કોની કલમ 8-12 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના જનડા ગામે રહેતો કોળી ભરત ઉર્ફે મહાણીયો શિવાભાઇ કિહલા (ઉ.વ.35) તે પોતાના ગામથી નીકળી કોટડા ગામના પાદરમાં આવી પહોંચ્યો હતો અને સ્કૂલે ભણવા જઇ રહેલી માસુમ બાળાને ચાલ તને ભાગ લઇ દઉ તેમ કહી એકાંતમાં લઇ જઇ તેની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થી ગયા હતા જેના કારણે ભરત ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
રાજકોટ: રાજકોટ જિલ્લામાં આવેલ વીંછિયાના કોટડા ગામની 6 વર્ષની બાળકી સાથે જનડાના 35 વર્ષના શખ્સે ભાગ લઇ દેવાની લાલચ આપી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતાં જેની જાણ ગ્રામજનોને થતાં ગામમાં લઇ જઇ મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ તેની વિરુદ્ધ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -