રંઘોળા ટ્રક દુર્ઘટનામાં વધુ બેના મોત, મોતનો આંકડો 38એ પહોંચ્યો
ડ્રાઇવરે અન્ય ટ્રકને ઓવરટેક કરવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતા તેમાં મુસાફરી કરતા ગઈ કાલ સુધી 34 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ભાવનગર સર ટી.મા સાવાર હેઠળ રહેલા પૈકી કેટલાકની હાલત ગંભીર હોય જેમાંથી આજે વધુ બે મહિલાઓના મોત નિપજ્યા હતા.
જ્યારે બે પુરૂષોમાં સારવાવાર દરમિયાન અનિડાના સોમજી રમેશભાઈ પરમાર (ઉ.28) અને તળાજાના દિનેશ પરમાર (ઉ.13)નું મોત નીપજ્યું હતું.
ટ્રક દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધોળા ગામના કાજલબેન (ઉ.વ.19)નું સારવાર દરમિયાન સર ટી.હોસ્પિટલમાં મોત થયું છે. કાજલની હજુ બે મહિના પહેલા સગાઇ થઈ હતી. જ્યારે તેમના માતા માયાબેન હજુ સારવાર હેઠળ છે. અનિડા ગામના સોનલબેન ઉર્ફે પુરીબેન જગદીશભાઇ પરમાર (ઉ.વ.14 )નું પણ સારવાર દરમ્યાન સર ટી.માં મોત નીપજ્યું હતું.
ભાવનગરઃ ગત છ માર્ચે થયેલી ભાવનગરના રંઘોળા પાસે ટ્રક અકસ્માતની દુર્ઘટનામાં સારવાર દરમિયાન વધુ બેનાં મોત થતાં મોતનો આંકડો 38 પર પહોંચ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં વધુ બે મહિલાનું મોત થયું છે. પાલિતાણાના અનિડાથી વાઘેલા પરિવારની જાન બોટાદના ટાટમ જઈ રહી હતી, ત્યારે રંઘોળા ખાતે બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં આ ગોજારો અકસ્માત સર્જાયો હતો.