જામનગર સામૂહિક આપઘાત: એકસાથે પાંચેયની અંતિમયાત્રા નીકળી, હજારોની સંખ્યમાં લોકો જોડાયા
જામનગર: જામનગરમાં સામૂહિક આપઘાત કરી લેનાર વણિક પરિવારના પાંચ સભ્યોની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કરી લીધો હતો. અંતિમયાત્રા જામનગર વણિક સુખડીયા કંદોઈ જ્ઞાતિની વાડી ખાતેથી નીકળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App10 વર્ષ પહેલાં તેમણે લોન પર મકાન લીધું હતું. જેના હપ્તા પેટે મોટી રકમ ચુકવવી પડતી હતી. પરિવારની નજીવી આવક સામે ખર્ચ ખૂબ જ વધારે થતો હોવાથી પુત્ર ભાંગી પડ્યો હતો. હું સવારે ઉઠ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે નીચે તમામ લોકોએ આપઘાત કરી લીધો છે.
જામનગરમાં આપઘાત કરી લેનાર પરિવારના મોભી એવા પન્નાલાલ સાકરિયાએ જણાવ્યું હતું કે ઘરમાં કમાવાવાળો તેનો દીકરો દીપક એકલો જ હતો. તેની સામે પરિવારનો ખર્ચ ખૂબ જ વધારે હતો. તેમના પત્ની છેલ્લા થોડા વર્ષોથી હૃદયની બીમારીથી પીડાતા હતા. તેની સારવાર માટે પણ મોટી રકમ ખર્ચ કરવી પડતી હતી.
અંતિમયાત્રામાં સૌરાષ્ટ્રભરમાંથી વણિક કંદોઈ સુખડીયા જ્ઞાતિના લોકો જોડાયા હતા. એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા નીકળતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. તમામ મૃતદેહને શબવાહિમાં સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -