જામનગરમાં એક જ પરિવારના પાંચેય સભ્યો ઝેરી દવા પીને કર્યો આપઘાત, જાણો વિગત
દીપકભાઈ સાકરિયા, આરતીબેન સાકરિયા, કુમકુમ, હેંમત અને જયાબેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
આપઘાત કરી લેનાર દંપતિ તેમજ તેના બંને બાળકોના મૃતદેહ એક જ નાના બેડ પરથી મળી આવ્યો હતો. જ્યારે એક મહિલાનો મૃતદેહ બીજા બેડ પરથી મળી આવ્યો હતો. તમામના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા છે. આ પરિવારમાં પાંચ જ સભ્યો હતા.
સામુહિક આપઘાતના બનાવ બાદ પરિવારના ઘરની બહાર પણ લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. બનાવની તપાસ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ તરફથી આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
આપઘાત કરી લેનાર વ્યક્તિઓમાં પતિ-પત્ની તેમજ એક દીકરી અને દીકરો અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
જામનગર: નવા વર્ષના પ્રથમ દિવસે જ જામનગરના કિશાનચોક વિસ્તારમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી.